Nawanagar Time
ગુજરાત જામનગર

એટીએમ ફ્રોડિંગમાં પુત્રની સંડોવણીથી લાગી આવતાં પિતાનો આપઘાત

fathers-suicide-occurred-due-to-sons-involvement-in-atm-framing

નોકરીના જ ધસમસતી ટ્રેન આગળ છલાંગ લગાવી જીવ દીધો

જામનગર:-જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા અને રેલ્વેમાં ગેંગમેન તરીકે ફરજ બજાવતા પિતાએ પુત્રની અવળી સોબત અને ખોટા કાર્યોને લઈને ધસમસતી ટ્રેન નીચે જંપ લગાવી આપઘાત કર- લેતા ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છે કે મૃતકનો પુત્ર અઠવાડિયા પૂર્વે જ નકલી એટીએમ  પોલીસના હાથે પકડાયો હતો. ત્યારથી તેના પિતા સતત ગુમસુમ રહેતા હતા અને આખરે પુત્રે આબરૂ ડૂબાડતા પિતાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર સહીત જીલ્લાભરમાં શોક જગાવનારા બનાવની વિગત મુજબ, શહેરના હવાઈ ચોક, નાગર ચકલો લાલા મહેતા શેરીમાં રહેતા જગદીશભાઈ ચનાભાઈ પરમાર ઉવ 55 નામના  ગઈ કાલે  સાંજે છ્યેક વાગ્યાના સુમારે સમર્પણ સર્કલ નજીકના એરફોર્સ 2 વચ્ચેના રેલ્વે ટ્રેક પર પસાર થતી એક ટ્રેન નીચે છલાંગ લગાવી દીધી હતી. જેમાં જોત જોતામાં પ્રૌઢના શરીરના ટુકડા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ અને સીટી સી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો  આ ઘટના અંગે ખોડીયાર કોલોનીમાં રહેતે મૃતકના સંબંધી દિનેશભાઈ ગોકળભાઈ પરમારે પોલીસમાં જાહેર કર્યું હતું કે મૃતક જગદીશભાઈનો દીકરો મોહિત ખોટા ઘંધા કરતો હોવાથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા. બાળપણના ઉછેર સામે યુવાવસ્થામાં વિપરીત વર્તનને લઈને ખોટા રસ્તે ચાલ્યા ગયેલા પુત્રના વર્તનના કારણે પિતાએ આ પગલું ભરી લીધું હોવાનું  જાહેર થયું છે. ઉલ્લેખનીય છેકે મૃતક જગદીશભાઈ જામનગરમાં રેલ્વેમાં ગેંગમેન તરીકે નોકરી કરતા હતા. પ્રથમ લગ્ન બાદ બીજી પત્નીના કુખેથી જન્મેલ પુત્ર અમિત સપ્તાહ પૂર્વે જ એટીએમ ફ્રોડીંગમાં પોલીસના હાથે પકડાયો હતો. આ ઘટનાથી પિતાને સખત રીતે  લાગી આવ્યું હતું. બાળપણના ઉછેર સામે યુવાવસ્થામાં વિપરીત વર્તનને લઈને ખોટા રસ્તે  ગયેલા પુત્રના વર્તનના કારણે જગદીશભાઈએ  આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.  પોલીસે મૃતકનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવના પગલે વાળંદ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

Related posts

‘મા વાત્સલ્ય’માં મર્યાદા વધારવા વિક્રમ માડમના પ્રયાસોને સફળતા

Nawanagar Time

મહનગરપાલિકા ફરિયાદ સંકલન સમિતિ બેઠક યોજાવાનું બંધ થઈ ગયું

Nawanagar Time

SOG પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સવા લાખની લાંચ લેતા ઝડપાયા..

Nawanagar Time

Leave a Comment