Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

સ્લીપર શેલ વધું સક્રિય થયાં છે…!? ગુજરાત-મહારાષ્ટ્રમાં ત્રાસવાદી હુમલાની દહેશત

fear-of-terror-attack-in-gujarat-maharashtra

પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજ્યના તમામ સ્ટેશનો ઉપર સુરક્ષા વધારાઈ: સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આતંકવાદીઓના ટાર્ગેટ ઉપર

ગાંધીનગર:-ભારત-પાક. સરહદે તણાવભર્યા માહોલ વચ્ચે દેશમાં આતંકવાદી હુમલાના ઈનપુટ મળતાં પશ્ર્ચિમ રેલવે દ્વારા તમામ રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ટોંચના સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત અને મ.પ્રદેશમાં ત્રાસવાદી હુમલો થવાની શકયતા છે.

ગુજરાત ઈન્ટેલિજન્સ દ્વારા અપાયેલા ઘાતકી આતંકી હુમલાના ઈનપુટના આધારે વેસ્ટર્ન રેલવેએ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના બધા જ  રેવલે સ્ટેશન પર સિકયોરિટી ચુસ્ત કરી દીધી છે.

ઈન્સ્પેકટર જનરલની (રેલવે પ્રોટેકશન ફોર્સ) ઓફિસ દ્વારા સિકયોરિટી એજન્સીઓને વેસ્ટર્ન રેવલે સ્ટેશન્સ પર આવતી લાંબા અંતરની ટ્રેનો પર ખાસ ધ્યાન રાખવા કહેવાયું   છે. ખાસ કરીને જે ટ્રેનો જમ્મૂથી આવતી કે જતી હોય.  22મી ફેબ્રુઆરીએ ચર્ચગેટમાં આવેલી ઈંૠ (છઙઋ)ની ઓફિસમાંથી રેલવે પ્રોટેકશન ફોર્સના મુંબઈ,  વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ અને ભાવનગરના હેડને પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં કહેવાયું છે કે પુલવામા હુમલા બાદ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ  દ્વારા ગુજરાતની સ્ટેટ રેલવે પોલીસને મળેલી બાતમી મુજબ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બ્લાસ્ટ થવાની શકયતા છે. ઈનપુટ્સ મુજબ પુલવામા અટેકમાં સંકળાયેલા અને જૈશ-એ-મોહમ્મદ સાથે કામ કરતા હૈદરાબાદના વ્યકિત દ્વારા બ્લાસ્ટ કરવામાં આવી શકે છે.

આરપીએફના અધિકારીઓને સ્ટેટ તથા લોકલ સિકયોરિટી એજન્સી સાથે મળીને ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બધી જ સિકયોરિટી એજન્સીઓને સંવેદનશીલ રેલવે સ્ટેશનોનું લિસ્ટ મોકલી દેવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવેના ચીફ રવિન્દ્ર ભાકરે કહ્યું કે, સિકયોરિટી એલર્ટને જોતા, રેલવે સ્ટેશન અને ટ્રેન પર સંભવિત ખતરા માટે જરૂરી પગલા લેવા 27મી ફેબ્રુઆરીએ વેસ્ટર્ન રેલવેના આરપીએફ અને મુંબઈના જીઆરપી અધિકારીઓ વચ્ચે તથા 28મી ફેબ્રુઆરીએ જીઆરપીકમિશનર સાથે મીટિંગ યોજાઈ હતી.  બધી જ પોસ્ટને એલર્ટ રહેવા અને જીઆરપી તથા શહેર પોલીસ સાથે કોર્ડિનેટ કરીને રક્ષાત્મક પગલા લેવાનો આદેશ અપાયો છે. ભાકરે ઉમેર્યું કે,આરપીએફ તથા જીઆરપી દ્વારા સાથે મળીને કેટલાક મુસાફરો તથા સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Related posts

સરકારની વાહ-વાહી કરતું હૉર્ડિંગ્સ હટાવવાની તંત્ર તસ્દી લેતું નથી, આચારસંહિતાની ઠેકડી !

Nawanagar Time

તબીબોએ જીવતા દર્દીના મરણ પ્રમાણપત્ર ભરી નાખ્યા

Nawanagar Time

એટીએમ ફાયરીંગય કેસમાં વધુ એક હથિયાર કાઢી આપતો કાશ્મીરી સિકયુરિટી ગાર્ડ

Nawanagar Time

Leave a Comment