Nawanagar Time
નેશનલ

બાંગ્લાદેશના ઢાંકામાં ભીષણ આગ: પ6 ભડથું

fierce-fire-in-dhakas-dhaka56-died

કેમિકલ ગોડાઉનમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગ્યાનું બહાર આવ્યું

ઢાંકા:-બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બુધવારે મોડી સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક  ભીષણ આગ લાગતા 56 લોકો જીવતા ભડથું થઇ ગયા છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કેમિકલ રાખવાનું ગોડાઉન છે. જેના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. મોડી સાંજથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે  મૃતકોનો આંકડો હજી વધી શકે છે. આ ઘટના ઢાકાના ભીડભાડવાળો વિસ્તાર ચોક બજારમાં આવેલી એક ઉંચી બિલ્ડિંગમાં બની છે. બિલ્ડિંગના અમુક ફ્લોરનો ઉપયોગ કેમિકલ ગોડાઉનના રૂપમાં કરવામાં આવે છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી અલી અહમદ અનુસાર, આગ કદાચ એક ગેસ સિલેન્ડર ફાટવાના કારણે લાગી છે, જો કે આગ પર  મેળવી લીધા બાદ તેનું સાચું કારણ જાણી શકાશે.

તેમણે જણાવ્યું કે, બુધવારે મોડી સાંજે લગભગ 10,40 વાગે આગ લાગી હતી અને સતત ફેલાતી ગઇ હતી. ગુરુવાર સવાર સુધી પણ આગ પુરેપુરી કાબૂમાં આવી શકી નથી. સિલેન્ડરમાં આગ લાગવાના કારણે આગ ફેલાતી ગઇ અને ગોડાઉનમાં રાખેલા કેમિકલના ક્ધટેનર સુધી પહોંચી  હતી, ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. તમને જણાવી દઇએ કે, જે બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં માત્ર કેમિકલ ગોડાઉન જ નહોતું, પરંતું અહીં લોકો રહેતા પણ હતા.

ફાયરના અધિકારીઓના મતે, અત્યાર સુધી 20થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી ચૂક્યા છે, જ્યારે અન્ય મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલું છે.  પર કાબૂ મેળવ્યા બાદ અહીં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવશે. આગની ઘટનાના કારણે અહીં મોટા પ્રમાણમાં વસ્તી ભેગી થઇ હતી, જેના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

ફિલ્મી સિતારાઓએ કોરોના વોરિયર્સનો અનોખી રીતે માન્યો આભાર

Nawanagar Time

રાજસ્થાન ચૂંટણી: ભાજપના ઉમેદવારના ઘરમાંથી મળી આવ્યું EVM.. ઓફિસર સસ્પેંડ.

Nawanagar Time

દેશમાં કુલ રૂ. 69000 કરોડના 35 લાખ વાહનો કોઈ લેવા માટે તૈયાર નથી

Nawanagar Time

Leave a Comment