Nawanagar Time
અમદાવાદ ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટસિટીમાં ભીષણ આગ

fierce-fire-in-tentistry-near-the-statue-of-unity

મોડી સાંજે કેવડિયા કોલોનીમાં આગની ઘટનાથી લોકોમાં નાશભાગ

અમદાવાદ:-કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બાંધવામાં આવેલા ટેન્ટસીટીમાં  છે. આ ઘટના મોડી સાંજે બની હતી. આગના કારણે લોકોમાં અફરાતફડી માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદામાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટસિટી બાંધવામાં આવી છે. જેમાં મંગળવારે મોડી સાંજે કોઇ કારણસર  આગ લાગી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ટેન્ટસિટીના ગોડાઉનમાં આગ લાગી છે, જેના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તાબડતોડ રીતે પહોંચ્યો હતો, અને ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી.

આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા  બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર બાંધવામાં આવેલી ટેન્ટસિટીમાં ક્યા કારણોસર આગ લાગી? તે જાણી શકાયું નથી, આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી.

Related posts

સાવચેતી એ સુરક્ષા, સ્વાઇન ફલૂના વધુ ત્રણ પોઝિટિવ કેસ..

Nawanagar Time

હાર્દિકનો ધ્રુજારો: ગુજરાત સરકારમાં સાયલન્ટ ભ્રષ્ટાચાર ચાલે છે

Nawanagar Time

જામનગર ગ્રામ્યમાં સ્થાનિક ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળતા મતદારો

Nawanagar Time

Leave a Comment