Nawanagar Time
જામનગર

ખેડૂતો માટે જામનગર જિલ્લા કાેંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધઃ આ છે ખાસ કારણ..

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ઉત્પાદિત કરેલા ડુંગળી, લસણોના પોષણક્ષમ ભાવો નહી મળતા ખેડૂતોને પાણીના ભાવે તેનું વેંચાણ કરવું પડતું હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે, જ્યારે આ અંગે ખેડૂત આગેવાનો દ્વારા જામનગર જિલ્લા કાેંગ્રેસ ઉપપ્રમુખનો સંપર્ક સાધી તેમની વેદના વ્યક્ત કરી હતી, ખેડૂતોની આ અવદશાને ધ્યાને લઇ જિલ્લા કાેંગ્રેસ દ્વારા ખેડૂતોને ઉત્પાદિત ભાવ મળી રહે તેવી માંગણી સાથે જિલ્લા પંચાયત સર્કલમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો અને કાેંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપિસ્થતિમાં પ00 મણ ડુંગળી અને 300 મણ લસણનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ખેડૂતોને ઉગારવાના સૂત્રોચ્ચારો પોકારવામાં આવ્યા હતા.

જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો દ્વારા તાજેતરમાં ઉત્પાદિત કરવામાં આવેલો લસણ, ડુંગળીનો પાક તૈયાર થતાં તેને વેચાણ માટે બજારમાં ઠાલવવામાં આવ્યો હતો, દરમ્યાન લસણ, ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડૂતોને ના છૂટકે તળિયાના ભાવે આ જથ્થાે વેચાણ કરવો પડતો હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા, જ્યારે બીજી બાજુ બજારમાં લસણ, ડુંગળીના ભાવ ખેડૂતોના પોષણક્ષમ ભાવ કરતા બમણા હોવાથી ખેડૂતોમાં સરકારની આ નીતિ અંગે વિરોધ ઉઠવા પામ્યો હતો. ખેડૂતોની પોતાની જણસના ભાવો મહેનત મુજબ મળતા ન હોવાની સજાર્યેલી પરિિસ્થતિ વચ્ચે તેઆેએ જામનગર જિલ્લા કાેંગ્રેસના ઉપપ્રમુખ દિગુભા જાડેજાનો સંપર્ક સાધી તેઆેની વ્યથા વ્યક્ત કરી હતી,

ખેડૂતોની આ વ્યથાને ધ્યાને લઇ જિલ્લા કાેંગ્રેસ ઉપપ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે  આશ્ચર્યજનક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી અને સરકારને ખેડૂતોના હિતમાં પગલા લેવાની માંગણી સાથે ખેડૂતોને રોળવતા ડુંગળી, લસણના ભાવો અંગે જાગૃત કરવા વિવિધ સ્થળો પર રજૂઆતો કરવામાં આવી હતી. દરમ્યાન આજે જિલ્લા કાેંગ્રેસના ઉપપ્રમુખની આગેવાની હેઠળ શહેરના જિલ્લા પંચાયત સર્કલમાં ખંભાળીયાના ધારાસભ્ય, જિલ્લા કાેંગ્રેસ પ્રમુખ, શહેર કાેંગ્રેસ પ્રમુખ, પ્રદેશ કાેંગ્રેસના મંત્રી, જામ્યુકોના વિરોધ પક્ષના નેતા, કાેંગ્રેસ મહિલા સંગઠ્ઠનના પ્રમુખ,સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો કાેંગ્રેસ કાર્યકરોની ઉપિસ્થતિમાં લોકોને પ00 મણ ડુંગળી અને 300 મણ લસણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. લસણ ડુંગળીના વિતરણ કાર્યક્રમમાં સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેવી યોજના જાહેર કરે તેમજ ખેડૂતોને ઉગારો જેવા સૂત્રોચ્ચારો સાથે રાજ્ય સરકારને જગાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, સાથાેસાથ જિલ્લા કાેંગ્રેસ ઉપપ્રમુખ દિગુભા જાડેજા દ્વારા સ્થાનિક તેમજ રાજ્ય સરકારના સક્ષમો અધિકારીઆેને ખેડૂતોના પોષણક્ષમ ભાવો મળી રહે તે અંગેની લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.

Related posts

જામનગરના બિલ્ડર ઉપર ફાયરીંગ પ્રકરણમાં ફરારી આરોપીને ઝડપી લેતી રેન્જ ટીમ

Nawanagar Time

ભાટિયામાં તેર-તેર કલાકનું શટડાઉન: ગ્રામજનો ત્રાહિમામ્

Nawanagar Time

કોરોનાને ક્લિનબૉલ્ડ કરી પ્લાઝમા ડૉનેશનનો ચોક્કો ફટકારતાં જામનગરના નીતિનભાઈ

Nawanagar Time

Leave a Comment