Nawanagar Time
ગુજરાત જામનગર

શહેરના સ્થાનિક કેબલ ઓપરેટરો અને ગ્રાહકો વચ્ચે ઝઘડા

fights-between-citys-local-cable-operators-and-consumers

જામનગર:-ટ્રાયના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા ઘરે-ઘરે જઈને ગ્રાહકોને જુદી-જુદી ટીવી ચેનલોના પેકેજ સાથેનું મેનુકાર્ડ બતાવી ચાર્જ નક્કી કરી તે પ્રમાણે ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. તેમાં વિજય  નામના ગ્રાહકે તેમના કેબલ ઓપરેટર ચાણક્ય કેબલ ઓપરેટરને પોતાની પસંદગી પ્રમાણેની ટીવી ચેનલો સાથેનું પેકેજ નક્કી કરી તે મુજબના ચાર્જના નાણા ચૂકવી દીધા પણ તેમ છતાં વિજય કોટેચાના ટીવીમાં જુના સેટીંગ પ્રમાણેના જ ચેનલ પ્રસારણ ચાલુ છે. તેમણે પસંદ કરેલી ટીવી ચેનલો આવતી નથી.

આથી તેમણે કેબલ ઓપરેટરને ફરિયાદ  ચાણક્ય કેબલ નેટવર્કના સંચાલક સી. એમ. પટેલે લેખિતમાં એવો જવાબ આપ્યો કે જી. ટી. પી. એલ ના કંટ્રોલરૃમમાં મેઈન્ટેનન્સ ની વેબસાઈટ ઠપ થઈ ગયેલ છે. તેથી અમે અહીંથી મોકલેલ નાણા તો જમા થઈ ગયા છે. પણ ત્યાર પછીની આગળની પ્રોસીજર થઈ શકતી નથી! આમ જામનગરમાં જીટીપીએલ નેટવર્ક ધરાવતા અનેક  અને તેમના કેબલ ઓપરેટરો વચ્ચે દરરોજ માથાકૂટ તથા ઝઘડા થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનિયમ છે કે ટ્રાયનો સ્પષ્ટ ગાઈડ લાઈન્સ છે કે કોઈપણ ગ્રાહક આખા પેકેજના બદલે અલગ-અલગ પેકેજમાંથી પોતાની મનપસંદ ટીવી ચેનલની પસંદગી કરી શકે છે. તેમ છતાં કેટલાંક કેબલ ઓપરેટરો દ્વારા ગ્રાહકોને  પેકેજ લેવા  જ આગ્રહ કરી રહ્યા છે. અને મોટા ભાગના ગ્રાહકોને સરવાળે હવે ટીવી જોવું મોંઘુ થઈ રહ્યું છે.

Related posts

નવી ગ્રાહક એપ: ગ્રાહકોની ફરિયાદોનો 60 દિવસમાં નિવેડો આવશે

Nawanagar Time

પરડવામાં વન વિભાગની 1250 વિઘા જમીનમાં દબાણ હોવાની ચર્ચા

Nawanagar Time

નોટબંધી વખતે કાર કે સોનું ખરીદનારની થશે સ્ક્રુટીની

Nawanagar Time

Leave a Comment