Nawanagar Time
Uncategorized

ફાઇનાન્સ કંપની – બેંકોની પઠાણી ઉઘરાણી બંધ કરાવો : ગ્રાહક સુરક્ષા મંડળ

financing-company-stop-the-withdrawal-of-banks-consumer-protection-board

ગ્રાહકો લોન કે હપ્તો મોડો ભરે તો ધાક-ધમકી અપાતી હોવાની રાવ : કેટલાંક કિસ્સાઓમાં આપઘાતના પણ બનાવો બને છે : રાજ્યપાલને જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે પત્ર પાઠવી કરી રજૂઆત

જામનગર:-જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલીક બેન્કો દ્વારા ગ્રાહકોને લોન અપાયા બાદ તેના હપ્તાની પઠાણી ઉઘરાણી કરાતી હોય આવી કંપનીઓ તથા બેન્કો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમના લાયસન્સોના નિયમોની તપાસણી કરાવવા તથ પઠાણી ઉઘરાણી બંધ કરાવવા રાજ્યપાલને જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે પત્ર પાઠવી રજૂઆત કરી છે.

રાજ્યપાલને પાઠવેલા પત્રમાં જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરતાં કહ્યું હતું કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં એમડીબી ફાઇનાન્સ, ધનલક્ષ્મી બેન્ક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ ફાઇનાન્સ દ્વારા ગ્રાહકોને લાલચ આપી લોન લેવા પ્રોત્સાહિત કરે છે. આવી બેન્કો તથા ફાઇનાન્સિયલ કંપનીઓ લોનની વસૂલાત માટે દાદાગીરી કરે છે. જો લોન કે હપ્તો ભરવામાં મોડું થાય તો કંપનીઓ દ્વારા પોતાની એજન્સીઓ મારફત પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. હાલમાં મંદીનો માહોલ ચાલતો હોય, ગ્રાહકોને લોનના નાણાં જમા કરાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે ધાક-ધમકીથી કરાતી ઉઘરાણીથી લોન લેનારના પરિવાર ઉપર માઠી અસર પડે છે. કયારેક આપઘાતના બનાવો પણ બને છે.

જો ગ્રાહકોને લોન કે હપ્તા ભરવામાં મોડું થાય તો, કંપનીઓ કાનૂની કાર્યવાહી દ્વારા કરી શકે છે. પરંતુ પઠાણી ઉઘરાણી કરાતા કેટલાંક કિસ્સામાં ગ્રાહકો આપઘાત કરી લે છે તે માનવ અધિકાર વિરૂદ્ધ છે. આવી ફાઇનાન્સ કંપનીઓ તેમજ બેન્કો સામે કાયદેસરની કાર્યવાહી કરી લાઇસન્સોના નિયમોની તપાસણી કરવા તથા પઠાણી ઉઘરાણી બંધ કરાવવા તેમજ ગ્રાહકોના આપઘાતના બનાવો અટકાવવા જરૂરી આદેશ કરવા રાજ્યપાલ સમક્ષ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે માંગ કરી છે.

Related posts

જામનગરમાં ડાઘિયા કૂતરાંનો ત્રાસ

Nawanagar Time

પ્રતિબંધનો ઉલાળિયો

Nawanagar Time

સાધના કોલોનીમાં મુકલો પિસ્તોલ સાથે ઝડપાયો

Nawanagar Time

Leave a Comment