Nawanagar Time
ટેક્નોલૉજી

વોટ્સએપ એન્ડ્રોઇડ માટે લાવ્યું ફિંગરપ્રિન્ટ અનલોક ફીચર

fingerprint-unlock-feature-launched-for-whatsapp-android

વોટ્સએપએ બીટા વર્ઝન 2.19.83માં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશનનું ફીચર આપવામાં આવ્યું

અપડેટ બાદ યૂઝર્સ પોતાના વોટ્સએપના ફિંગરપ્રિન્ટ સ્કેનરથી અનલોક કરી શકશે

વોટ્સએપ મેસેન્જિગ એપ હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે પણ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર લાવવાની તૈયારી કરે છે. આ અગાઉ કંપનીએ આઇઓએસ યૂઝર્સ માટે આ ફીચર ઉપલબ્ધ છે.

ફેસ અનલોક ફીચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે કે નહીં, તે હજી સ્પષ્ટ નથી

  1. એક મીડિયા રિપોર્ટ મુજબ, વોટ્સએપએ બીટા વર્ઝન 2.19.83માં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનનું ફીચર આપવામાં આવ્યું છે. આ અપડેટ બાદ યૂઝર્સ પોતાના વોટ્સએપના ફિંગરપ્રિન્ટ સ્કેનરથી અનલોક કરી શકશે. જો કે અત્યારે મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એપ લોક કરવાથી આ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી ફિંગરપ્રિન્ટ સ્કેનરથી અનલોક કરી શકાશે, અને યૂઝર્સ આ વોટ્સએપ માટે પણ યૂઝ કરી શકશે.
  2. એન્ડ્રોઇડમાં આપવામાં આવતા વોટ્સએપ માટે આ નવા ફીચરને યૂઝર્સ પ્રાઇવેસી ટેબમાં જઇને અનેબલ કરી શકાય છે. આ આઇઓએસ જેવા ઓપ્શનમાં દેખાશે એટલે કે તમે ઓપ્શન સેટ કરી શકાશે. એકવાર અનલોક કર્યા બાદ કેટલાક સમય સુઘી યૂઝરને ફિંગરપ્રિન્ટની જરૂર નહીં રહે. તેમાં એક મિનિટ, 10 મિનિટ અને 30 મિનિટ સુધીનો સમય આપવામાં આવે છે.
  3. આઇઓએસ માટે આપવામાં આવેલ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનવાળા વોટ્સએપના ફીચરમાં ફક્ત ટ્ચ આઇડી જ નહીં, પરંતુ ફેસ અનલોક પણ કરી શકશો. પરંતુ હજી સુધી એ વાત સ્પષ્ટ થઇ નથી કે ફેસ અનલોક ફીચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે કે નહીં. કારણ કે વધારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં ફેસ અનલોકનું ફીચર મળે છે. જો કે આ ફીચર આઇફોનના લેવલમાં સિક્યોર નથી.
  4. વોટ્સએપ માહિતી આપતી એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ, કંપનીએ એન્ડ્રોઇડ માટે ડાર્કમોડ આપવાનું શરુ કર્યું છે. આ અત્યારે ડાર્કમોડનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, આ ફક્ત સેટિંગ્સમાં ડાર્કમોડમાં આપવામાં આવે છે. આશા છે કે તેનું પબ્લિક બીટા જાહેર કરવામાં આવશે અને યૂઝર્સ વોટ્સએપમાં ડાર્કમોડનો યૂઝ કરી શકે છે.

Related posts

Appleનું iPhone X મળશે હવે ઓછી કિંમતે,વધુ જાણો કેવી રીતે અને શું હશે ઑફર્સ…

Nawanagar Time

Vivoનો નવો દમદાર ફીચર્સ વાળો સ્માર્ટફોન માત્ર 8490 રૂ. માં લોન્ચ….

Nawanagar Time

મોદી સરકારનો ઇલેક્ટ્રોનિક વાહનો માટે મોટો પ્લાન,જાણો કઈ જગ્યાએ બનશે ચાર્જિંગ સ્ટેશન…

Nawanagar Time

Leave a Comment