Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂત અધિકાર સંમેલન માટે તૈયારીઓને અપાતો આખરી ઓપ

finishing-up-the-preparations-for-the-farmers-right-convention

ગામે-ગામ સંપર્ક અભિયાન અને ખાટલાં પરિષદ: શત્રુઘ્ન સિંહા, યશવંતસિંહા અને હાર્દિક પટેલ જેવા દિગ્ગજો મંચ પરથી પડકાર ફેંકશે

જામનગર:-અખીલ ભારતીય પંચાયત પરિષદના નેજા હેઠળ આગામી તા. 8 ફેબ્રુઆરીના રોજ જામનગરની ઠેબા બાયપાસ ચોકડી પાસે મહાકાય ખેડૂત અધિકાર સંમેલન યોજાવા જઇ રહયું છે. આ અધિકાર સંમેલનમાં ગામે ગામથી ખેડૂતો ઉમટી પડશે.

ખેડૂત અધિકાર સંમેલનમાં ખેડૂતોના પ્રશ્ર્નોને તંત્ર સુધી લઇ જવાનો  થશે. આ સંમેલનમાં વધુને વધુ ખેડૂતો જોડાય તે માટે સ્વયં સેવકોની ટુકડીઓ ગોલણીયા, લલોઇ, બાંગા, બેરાજા, નાની ભગેડી અને મોટી ભગેડી સહિતના ગામોમાં ખાટલા પરિષદ યોજી રહી છે. આ સંમેલન માટે જામનગર જિલ્લા અને તાલુકાના ગામડાઓના ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

અખીલ ભારતીય પંચાયત પરીષદના જયંતીભાઇ સભાયાના  હેઠળ આ ખેડુત અધિકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેના માટે સ્વયંમ સેવકો ગામે ગામ ખેડુતોનો સંપર્ક કરી રહ્યા છે તાજેતરમાં જ ગોલણીયા, લલોઇ, બાંગા, બેરાજા, નાની ભગેડી, મોટીભગેડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો સાથે બેઠક થઇ હતી અને તેમના પ્રશ્ર્નો જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ અધિકાર સંમેલનમાં થવા જઇ  છે.

ખેડુત અધિકાર સંમેલનમાં શોર્ટગન તરીકે ઓળખાતા શત્રુઘ્નસિંહાના શબ્દોનો પ્રહાર સરકાર પર થાય તેવી શકયતા છે. આ ઉપરાંત પુર્વ નાણામંત્રી યશવંતસિંહા પણ ખેડુત અધિકારી સંમેલનમાં ખેડુતોના પ્રશ્ર્ને આકરા પ્રહારો કરશે. હાર્દિક પટેલ ખેડુતોની સમસ્યાઓ ઉકેલવા સરકારની નિષ્ફળતાઓ લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરશે.  આ સંમેલનમાં ખેડુતોનો દેવું માફ કરવું, પરવાનગી  પાક વિમા લેવા નહીં, મહતમ ભાવે પાકની ખરીદી, ખેતીને નુકશાન કરતાં પ્રાણીઓની યોગ્ય વ્યવસ્થા કરવી, કૃષી લોનમાં વધારો કરવો, ટયુબ વેલ માટે ખેડુતોને દિવસે લાઇટ આપવી, ફેન્સીંગ માટે સબસીડી તથા રાસાયણીક ખાતર અને દવાઓની સબસીડી આપવા સહીતના ખેડુતોના પ્રશ્ર્નોને આવરી લેવામાં આવશે. તેવું નવાનગર ટાઇમને જયંતીભાઇ સભાયા દ્વારા જણાવાયું.

finishing-up-the-preparations-for-the-farmers-right-convention
finishing-up-the-preparations-for-the-farmers-right-convention
finishing-up-the-preparations-for-the-farmers-right-convention
finishing-up-the-preparations-for-the-farmers-right-convention

આગામી તા.8 ફેબ્રુઆરીના રોજ ઠેબા બાયપાસ ચોકડી ખાતે અખીલ ભારતીય પંચાયત પરીષદ-ન્યુ દિલ્હી તથા કિશાન ક્રાંતિ સેના અને રાષ્ટ્રવાદી કિશાનમંચ દ્વારા વિશાળ ખેડુત અધિકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં 1 લાખથી વધુ ખેડુતો ઉમટી પડશે જેમાં આ જંગી જાહેર સભાને પાટીદાર નેતા હાર્દિક પટેલની સાથે શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહા  ગજવશે. સરકાર પર ખેડુતોના પ્રશ્ર્નો ઉકેલવા માટે આ વિશાળ ખેડુત અધિકાર સંમેલન થકી દબાણ લાવવામાં આવશે.

Related posts

જિલ્લામાં પરોઢિયે વધુ બે આંચકા

Nawanagar Time

જીવતા સન્માન, મોત બાદ ‘મા’નું અપમાન

Nawanagar Time

જામનગરમાં ઝાપટાં, રાજ્યભરમાં છવાયો મેઘાવી માહોલ

Nawanagar Time

Leave a Comment