Nawanagar Time
નેશનલ

દિલ્હીની હોટલમાં આગ, 17 ભડથું

fire-at-delhi-hotel-17-fugitives

કરોલબાગમાં હોટલ અર્પિત પેલેસમાં આગ લાગતાં લોકોએ ચોથા માળેથી કૂદકા માર્યા

નવી દિલ્હી:-શહેરના કરોલ બાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં મંગળવારે વહેલી સવારે 4.30 વાગે આગ લાગી હતી. આ આગમાં કુલ 17 લોકોના મોત થયા હતા. આગ લાગવાથી જીવ બચાવવા લોકો ચોથા માળેથી કૂદવા લાગ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે.

દિલ્હીના કારોલબાગમાં ગુરૂદ્વારા રોડ પર આવેલા હોટલ અર્પિત પેલેસમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગમાં મૃતકોની સંખ્યા 17 થઇ ગઇ છે. કેટલાંક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઇ જવાયેલા 13 લોકોના મોત થઇ ચૂકયા છે. લેડી હાર્ડિંગમાં 5 લોકોને લઇ જવાયા, તેમાંથી 2ના મોતના સમાચાર છે. ગંભીર રીતે ઘાયલ 3 લોકોને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ફાયરબ્રિગેડની 26 ગાડીઓએ કોઇપણ રીતે આગ પર કાબૂ મેળવી લીધો છે. જો કે આગ લાગવા પાછળનું કારણ ખાસ હજુ સામે આવ્યું નથી. અધિકારીઓના મતે કોરિડોરમાં વુડન પેનલના લીધે લોકોને કોરિડોરના રસ્તાથી બહાર નીકળી શકાયા નહીં.

મળતી માહિતી પ્રમાણે કરોલબાગની હોટલ અર્પિત પેલેસમાં આગ સવારે અંદાજે સાડા ચાર વાગ્યે લાગી. લોકો ઊંઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાય ગઇ. ચીફ ફાયર ઓફિસર વીપીન કેંતાલના મતે બે લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા તે બંનેના મોત થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત થયા છે. હોટલમાં બીજા કેટલાંક લોકો ફસાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ રેસ્કયૂ ઓપરેશનમાં લાગી ગઇ. અધિકારીના મતે હોટલના પાંચમા માળે કમ સે કમ 35 લોકોને કાઢ્યા. અર્પિત પેલેસ હોટલમાંથી સવારે 4.30 વાગ્યે ફોન આવ્યો હતો. ફાયર ઓફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર નીકાળી લીધા છે. અંદાજે 30 લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. રિપોર્ટ્સના મતે હોટલમાં આગ સવારે સાડા ચાર વાગ્યે ફેલાવાનું શરૂ થયું. આગ ફેલાય ગઇ ત્યાં સુધી લોકોને ખબર જ ના પડી.

Related posts

રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું, મરઘો અને ઈંડા શાકાહારી ભોજન.!

Nawanagar Time

‘ફાની’ વાવાઝોડામાં 10ના મોત

Nawanagar Time

રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરતી મોદી સરકાર

Nawanagar Time

Leave a Comment