Nawanagar Time
ગુજરાત જામનગર

ફાયર વિભાગના વાહનો પાછળ વર્ષે રૂા. સાડા નવ લાખનો તોતિંગ રિપેરીંગ ખર્ચ

fire-department-vehicles-cost-rs-9-50-lakh-bulky-rearing-costs

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કોઇપણ માનવસર્જીત કે કુદરતી આપત્તિ વખતે બચાવ અને રાહત માટે ચોવીસે’ય કલાક સ્ટેન્ડ ટુ

જામનગર:-જામ્યુકોની ફાયર શાખા હવે માત્ર ફાયર બિગ્રેડ પુરતુ જ નહીં પરંતુ કોઇપણ કુદરતી કે માનવસર્જીત આપત્તિ વખતે બચાવ રાહત માટે સુસજ્જ અને સ્ટેન્ડ ટુ છે ત્યારે અન્ય ખર્ચની જેમ નોંધપાત્ર રીતે વાહનોના રીપેરીંગનો ખર્ચ વર્ષે સાડા નવ લાખ જેટલો થાય છે.

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનની સંયુકત જહેમતથી ફાયર બ્રિગેડ શાખામાં જામનગર શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં આગ, અકસ્માત, કેમીકલ કે ઓઇલ ટેન્કર અકસ્માત, લીકેજ, ઇમાઓ પડવી-ધસી પડવી, તળાવ-નદી-કુવા-દરિયામાં કોઇ ડુબી જાય, પુરમાં બચાવ, ધરતીકંપ-વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે જરૂરી બચાવ-રાહત કામગીરી માટે આ વિભાગ ચોવીસ કલાક સુસજ્જ રહે છે. અન્ય સાધનો-સ્ટાફ ઉપરાંત જુદા જુદા 28 વાહનોથી આ વિભાગ સજ્જ છે જેમાં ફોમ ટેન્ડર, ફાયર ટેન્ડર પાંચ, મીની હાઇડ્રોપ્રેસર બે, હાઇફોલીક પ્લેટફોર્મ, ત્રણ એમ્બ્યુલન્સ, એક મીની એમ્બ્યુલન્સ, રીક્ષા, ત્રણ બુલેટ, પીકઅપવાન, રેસ્કયુ ટેન્ડર, વોટર ટેન્કર સહિતના વાહનો છે. આ વાહનોની સર્વિસ-રિપેરીંગનો વાર્ષિક ખર્ચ નોંધપાત્ર એવો રૂપિયા સાડા નવ લાખનો છે તેવી વિગત એક પ્રશ્ર્નના ઉત્તરમાં આપવામાં આવી હતી. એ સિવાય વોટર વર્કસ, સોલીડ વેસ્ટ, અધીકારી-પદાધિકારીઓ, મિલકતવેરા, ભુગર્ભ ગટર દરેક માટે વાહનો હોય છે ત્યારે તમામના વાહન રીપેરીંગ-મેન્ટેનન્સ ખર્ચ તો વર્ષે 35 લાખથી પણ વધુ થઇ જાય જેથી આધુનીક પ્રકારનું ગેરેજ કોર્પોરેશન પોતે વસાવી શકે છે. અગાઉ કોર્પોરેશનનું મોટર-વાહન ડીપાર્ટમેન્ટ હતું જે ખર્ચનો ખાડો જ બનતુ જતુ હતું અને અંતે એ વિભાગે દિવાળુ ફુકયુ હોય તે વિભાગ જ તદ્દન બંધ કરવો પડયો છે.

ઉલ્લેખનિય છે કે ફાયર વિભાગમાં બોટ, તરાપા, ટયુબ, કોસ્ચ્યુમ, તરાપા, લાઇટ, ડ્રીલ, રસ્સીઓ, સીડીઓ, કટર સહિતના સાધનોથી પણ સજ્જ છે અને ફરજ પરના જવાનો તેની ફરજ પ્રસંશનીય રીતે બજાવે છે.

Related posts

જોબફેરમાં 10થી વધારે કંપનીઓ 700થી વધારે નોકરીઓ આપશે

Nawanagar Time

કૃષ્ણનગરમાં દેશી બનાવટનો ટાઈમ બૉમ્બ મળ્યો

Nawanagar Time

ભાટીયામાં સ્ટેશન રોડ પર પંચાયત દ્રારા સાઈડ પેનલો બનાવાઇ

Nawanagar Time

Leave a Comment