Nawanagar Time
ગુજરાત જામનગર

આગ બુઝાવવા ગયેલ ફાયર ફાઈટર પોતે આગની ઝપેટ મા..

fire-fighter-fleet-fire

ડમ્પિંગ યાર્ડના કચરામાં આગની ઘટનામાં ચાર ફાયરમેન માંડ બચ્યા

જામનગર:-જામનગર ગુલાબનગર ઓવરબ્રિજ ચારણ સમાજની વાડી પાસે આવેલા જામ્યુકોના ડમ્પીંગ પોઇન્ટમાં સળગી રહેલા કચરાને ઠારવા માટે ગયેલું ફાયર ફાઇટર સળગતા કચરાની વચ્ચે ફસાઇ ગયું હતું અને ફાયર ફાઇટરમાં જ આગ લાગી ગઇ હતી અન્ય ફાયર ફાઇટરે ઘટનાસ્થળે દોડી જઇ સળગતા કચરામાં સળગી રહેલા ફાયર ફાઇટરને બુઝાવ્યું હતું. જે ફાયર ફાઇટરની અંદર બેઠેલા ચાર ફાયરમેનો  લગાવી નિકળી જતા તેઓનો બચાવ થયો હતો.

આ આગના બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર ઓવર બ્રિજની બાજુમાં ચારણ સમાજની વાડી પાસે આવેલા જામનગર મહાનગર પાલિકાના ડમ્પીંગ પોઇન્ટમાં કેટલાય સમયથી આગ લાગતી હોય છે અને પ્રતિદિન મહાનગરપાલિકા દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલતી હોય છે, જેના ભાગરૂપે સાંજે 5-45  મહાનગર પાલિકાનું જીજે10ટી-9041 નંબરનું ફાયર ફાઇટર આગ બુઝાવવાની કામગીરી કરવા માટે ગયું હતું. ફાયર ફાઇટર આગ બુઝાવીને પાણી ખાલી થઇ જતા મહાનગરપાલિકાની કચેરીમાં પરત આવવા માટે નિકળ્યું હતું. પરંતુ સળગતા કચરાના ઢગલામાં ફાયર ફાઇટર ફસાઇ ગયું હતું.

દરમિયાન સળગયતા કચરાના ઢગલાના કારણે ફાયર ફાઇટરના બન્ને આગલા વ્હીલમાં આગ લાગી  હતી અને ટાયરો સળગવા લાગ્યા હતા. જેથી ફાયર ફાઇટરની અંદર બેઠેલા ફાયર શાખાના જવાનો ઉપેન્દ્ર સુમડ, કિરણ પારેખ, મનસુખ મકવાણા અને એક ટ્રેઇની ફાયરનો જવાન વગેરે ચારેય ફાયર શાખાના કર્મચારીઓ છલાંગ લગાવીને બહાર નિકળી ગયા હતાં, જોતજોતામાં આગ મોટું સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને ફાયર ફાઇટરના ટાયરો કેબીન  બળીને ખાક થઇ ગયા હતા, ફાયર ફાઇટરમાંથી બહાર નિકળી ગયેલા ફાયર જવાનોએ અન્ય ફાયર ફાઇટરની મદદ લેતા ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર બિસનોઇ અન્ય ફાયરના જવાનો અને બે ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઇટરને વધુ સળગતુ અટકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ  સ્થળે દોડી ગયો છે અને સ્થાનિક જગ્યાનું પંચનામું સહિતના આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નાઘેડી નજીક મુક્તિધામ વિકસાવતા સેવાભાવી સદ્ગૃહસ્થ

Nawanagar Time

દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતી દ્વારકા પોલીસ

Nawanagar Time

વાહ પાટીદાર, હવે સુરતમાં પણ બનશે ખોડલધામ

Nawanagar Time

Leave a Comment