Nawanagar Time
સુરત

સુરતના લાલ દરવાજા પાસે એમ્બ્યુલન્સ વાનમાં શોર્ટ સર્કિટથી આગ..

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ફલાય ઓવરબ્રિજની નીચે CNG એમ્બ્યુલન્સ વાન પાર્ક કરી હતી. વાનમાં અચાનક કોઈ કારણસર શોર્ટસર્કિટ થઈ હતી. શોર્ટસર્કિટના કારણે વાનમાં આગ લાગી હતી. જોકે વાનમાં આગ લાગવાના કારણે કોઈ જાનહાની નોંધાવા પામી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર લાલ દરવાજા વિસ્તારમાં ફલાય ઓવરબ્રિજની નીચે CNG એમ્બ્યુલન્સ વાન પાર્ક કરી હતી.આ એમ્બ્યુલન્સ વાનમાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. આગ લાગવાના વાનના કર્મીએ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે તાત્કિલક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે એમ્બ્યુલન્સ વાનમાં આગ લાગવાના કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ આગ લાગવાના કારણે એમ્બ્યુલન્સ વાન આખી બળીને ખાખ થઈ ગઈ હતી.

Related posts

સુરતમાં મોતના આંકડા છૂપાવવા સ્મશાને પોલીસ પહેરો

Nawanagar Time

સંપૂર્ણ લોકડાઉન હવે લાગુ નહીં થાય; મુખ્યમંત્રી

Nawanagar Time

પોલીસ ગ્રેડ-પે અંગે સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ?

Nawanagar Time

Leave a Comment