Nawanagar Time
નેશનલ

જમ્મુ કાશ્મીરમાં ઉરી આર્મી કેમ્પ પાસે ફાયરિંગ, શંકાસ્પદ 3થી 4 દેખાયા

firing-suspected-3-to-4-appear-in-uri-army-camp-in-jammu-kashmir

શ્રીનગર:-જમ્મુ-કાશ્મીરના ઉરીમાં હાલ આર્મી કેમ્પની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. અહીં લાઇન ઓફ કંટ્રોલની પાસે હાજર મોહરા કેમ્પમાં કેટલાંક શંકાસ્પદ દેખાયા. પોલીસનું કહેવું છે કે સોમવારના રોજ સવારથી આર્મી યુનિટે કેટલાંક શંકાસ્પદોને જોયા, ત્યારબાદ સુરક્ષાબળોએ ઓપન ફાયરિંગ કર્યું. શંકાસ્પદ ગતિવિધિને જોતા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસનું માનીએ તો તેમણે સવારે અંદાજે ત્રણ વાગ્યે બે લોકોને જોયા હતા. ફાયરિંગના કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હોઇ શકે છે. પરંતુ હજુ સુધી કોઇ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઇપણ હુમલાની પુષ્ટિ કરી નથી. આપને જણાવી દઇએ કે ઉરી કેમ્પ પર આની પહેલાં પણ મોટા આતંકી હુમલા થઇ ચૂકયા છે. આ જ કારણ છે કે અહીં થનાર તમામ ગતિવિધિ પર સુરક્ષાબળોની નજર રહે છે અને કોઇપણ શંકાસ્પદ ગતિવિધિને જોતા જ સુરક્ષાબળ એકદમ એલર્ટ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે 18-19 સપ્ટેમ્બરના રોજ ઉરીના આર્મી કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. વહેલી સવારે જ્યારે જવાન પોતાના કેમ્પમાં સૂતા હતા ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા હતા. જો કે તમામ આતંકીઓને ત્યારે ઠાર કરી દેવાયા હતા. પરંતુ તેમાં પાકિસ્તાની કનેકશનની પોલ ખૂલી ગઇ હતી.

Related posts

કરણ જોહરની બહુચર્ચિત ‘તખ્ત’નું પ્રથમ ટીઝર રીલીઝ

Nawanagar Time

20મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં ઉમેદવારી નોંધાવશે

Nawanagar Time

ભાજપે શાહિનબાગની તુલના આઈએસ સાથે કરતાં ચકચાર

Nawanagar Time

Leave a Comment