Nawanagar Time
ગુજરાત નેશનલ

બાળકો ગૂમ થવાના મામલે ગુજરાત દેશમાં પ્રથમ

first-of-all-in-the-country-of-children-going-missing

સાડા ત્રણ વર્ષમાં 37063 બાળકો ગુમ : મધ્યપ્રદેશ બીજા ક્રમે

કેટલાક આંકડાઓ એવા હોય છે. જે આંખો પહોળી કરી નાખે છે આવો જ એક આંકડો કેન્દ્ર સરકારની ખોયા-પાયા નામની વેબ પોર્ટલથી સામે આવ્યા છે. સાડા ત્રણ વર્ષમાં દેશમાં કેટલા બાળકો ગુમ થયા તેનો આંકડો આ વેબ પોર્ટલે જાહેર કર્યો છે.

જેની માહિતી લોકસભામાં મંત્રી વિરેન્દ્ર કુમારે પણ આપી છે. સાડા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 37,063 બાળકો ગુમ થયા છે..જે હજુ પણ લાપતા છે. 2 જૂન 2015 થી 21 ડિસેમ્બર 2018 સુધીમાં અંક નોંધવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ બાળકો હજુ પણ લાપતા છે.

ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં બાળકો ગુમ થવાનો બીજો ક્રમ આવ્યો છે. મધ્યપ્રદેશમાં કુલ 32,925 બાળકો સાડા ત્રણ વર્ષમાં ગુમ થયા છે. આમ સાડા ત્રણ વર્ષમાં દેશમાં 1.61 ટકા બાળકો ગુમ થયા છે. જેનો હજુ પણ લાપતા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયગાળાથી બાળકો ગુમ થવાનો સિલસિલો યથાવત છે ત્યારે દેશમાંથી છેલ્લા સાડા ત્રણ વર્ષમાં દેશમાંથી કેટલા બાળકો ગુમ થયાં છે તેનો એક આંકડો તાજેતરમાં જાહેર કરવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. કેન્દ્ર સરકારના ખોયા-પાયા વેબ પોર્ટલ પર તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આંકડામાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 37,063 બાળકો ગુમ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ આંકડો 2 જૂન 2015 થી 21 ડિસેમ્બર 2018 સુધીનો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસ 500 જેટલી સભાઓ યોજશે

Nawanagar Time

8 જૂનથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર શ્રદ્ધાળુ માટે ખુલશે, પણ આરતીમાં પ્રવેશ નહીં

Nawanagar Time

ભાણવડ પંથકમાં ખનીજચોરો પર ત્રાટકતું સરકારી તંત્ર

Nawanagar Time

Leave a Comment