Nawanagar Time
ગુજરાત જામનગર

માછલી ઘર, પક્ષી ઘર જોનારા જૂજ; ખર્ચ લાખોના છતાં ઓડિટથી બાકાત..!

fish-home-bird-watching-excluding-audit-despite-spending-millions

તળાવને બંધિયાર કરાતાં મૂંઝાતા જીવને મુકત માહોલની પણ જરૂર

જામનગર:-જામનગર મહાનગરપાલિકા હસ્તકના માછલીઘર   પક્ષીઘર જોનારા જુજ છે અને ખર્ચ લાખોના થાય છે ત્યારે તેમ છતાં ઓડીટથી બાકાત રહી જાય છે તે બાબત આશ્ર્વર્યકારક છે અને આ બાબતે તંત્રએ પારદર્શીત થવાની જરૂર છે.

તળાવની પાળે આવેલા માછલીઘરમાં આમ તો પહેલાથી જ લોકોનો ધસારો ખાસ કંઇ રહેતો નહીં તેવામાં હતો તળાવને બ્યુટી ફીકેકશનથી બંધ  હોઇ આમેય જોનારાઓની સંખ્યા ઘટી છે.

અહીં યોજના સરેરાશ 50થી 60 લોકો માંડ માંડ જોવા આવે છે જયારે શની-રવિ જેવા રજાના દિવસોમાં  300 લોકો મુલાકાત લેતા હોવાનું તંત્ર જણાવે છે. અહીં માછલીઓની સંખ્યા 125 જેટલી હોવાનું જણાવાયું છે અને જુદી જુદી 24 ટેન્કમાં એટલે કે બ્રિડીંગ થાય છે અને  માછલીઓ રખાય છે. આ માછલીઓ હેવી સાઇઝની છે ગાર્ડન શાખા હસ્તકના આ વિભાગમાં પક્ષીઘર પણ છે અને તેમાં બજરીગર સૌથી વધુ તે સિવાય લવબર્ડ, રાવ તેતર, કુંજ, ડાયમંડ ડવ, ટર્કી, કસુડો વગેરે મળી 500થી વધુ પક્ષીઓ છે.

દેખીતું છે કે માછલીનો અને પક્ષીઓ માટે એકવેરીયમ અને મોટા પીંજરા છે  દેખરેખ માટે આમ જોઇએ તો હાજર સ્ટાફની જરૂર ન રહે પરંતુ મુલાકાતીઓ દ્વારા કોઇ મીસચીફ ન થાય તેમજ આ અબોલ જીવને નુકશાન ન થાય તે ધ્યાન રાખવા ખાસ ધ્યાન રાખવા સ્ટાફની જરૂર હોય છે. પરંતુ તે ખાસ કંઇ નિયમીત ન હોઇ તેમજ જાળવણીના અભાવે પક્ષીઓ-માછલીઓના મોત થાય છે. બીજી  એક તરફ ગાર્ડન શાખાનો હિસ્સો અને પ્રોજેકટ પ્લાનીંગ વિભાગ હેઠળ કાર્યરત આ માછલીઘર-પક્ષીઘર ઓડીટમાંથી શા માટે ત્રણ વર્ષથી બાકાત છે? તે મોટો સવાલ છે એ સિવાય પણ અમુક તપાસની બાબતો છે.

900 રોટલા સહિતનો મહિનાનો ખોરાક

અહીં પક્ષીઓ અને માછલીઓ માટે મહીને 900 રોટલા, 70 કિલો ડાંગ, 30 કિલો  20 કિલો જુવાર, ર કિલો ચણા, ર કિલો મકાઇ, 1 કિલો સુર્યમુખી નાખી, 1 કિલો માછલીઓના દાણા વગેરેનો ખોરાક જરૂર પડે છે.

એક જ વર્ષમાં ખર્ચ બજેટમાં અઢી ગણો વધારો

ખુબીની વાત એ છે કે વાર્ષિક જે બજેટ જે નિભાવ પગાર વગેરે સહિત જે વાર્ષિક સાડાચાર લાખ હતું. તે  10 લાખ અને ખરેખર ખર્ચ બાર લાખ ઉપર પહોંચ્યુ છે મહીને 1 લાખનો ખર્ચ નિભાવ જે માત્ર ખોરાક નિભાવ માટે થઇ રહ્યો છે. ત્યારે બે કાયમી કર્મચારીઓના નિયમીત પગાર તેમજ બે કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર તેમજ રીપેરીંગ મેન્ટેનેન્સ વગેરે માટેનો ખર્ચ અલગથી થાય છે. આ તમામ જંગી ખર્ચ થવા છતાં  સંખ્યા તો ખાસ કંઇ વધતા નથી ઉપરથી માછલીઓ, પક્ષીઓ બ્યુટીફીકેશનના નજર કેદના દાયરામાં આવી ગયા છે. ખાસ તો વર્ષ 16-17ના ખર્ચ અને વર્ષ 18-19 તેમજ 19-20નું બજેટ અઢી ગણું વધી ગયું છે તે બાબત તપાસનો વિષય છે.

Related posts

દિવાળીએ પ્રગટાવજો ગાયના ગોબરમાંથી બનેલાં ઈકોફ્રેન્ડલી દીવડાં

Nawanagar Time

જામનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે મોર્નીંગ વોક-કસરતનો વધતો ક્રેઝ

Nawanagar Time

કાલાવડમાં બાયો ડિઝલનું વેંચાણ બંધ કરાવો

Nawanagar Time

Leave a Comment