Nawanagar Time
ગુજરાત જામનગર રાજકોટ

જામનગરમાંથી પાંચ નવલોહિયા લાપત્તા: રાજકોટથી મળતા હાશકારો

five-boys-missing-from-jamnagarfind-from-rajkot

ગઈકાલે સાંજે એક સાથે ચાર તરૂણ અને એક યુવાન ગૂમ થતાં પરિવારજનોને રાતઉજાગરો

જામનગર:-ગઈકાલે સાંજે જામનગર શહેરના પંચવટી વિસ્તારમાંથી ચાર તરૂણ અને એક યુવાન ગૂમ થયાં હોવાની જાણ વાલીઓ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે બાળકોના અપહરણ થયાં હોવાનો ગુન્હો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

જો કે, પોલીસ તુરંત એકશન મોડમાં આવી જતાં લાપત્તા બનેલા ચાર તરૂણ અને યુવાન  રેલવે સ્ટેશનથી મળી આવતાં પોલીસ અને પરિવારજનોને હાશકારો થયો હતો. જામનગર શહેરના પંચવટી ગૌશાળા પાસે રહેતાં ફાતિમાબેન અનવરભાઈ ચૌહાણે ગઈકાલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકે પોતાનો પુત્ર તથા તેમના મિત્રોનું કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરી ગયાં હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે બાદ પોલીસે ચાર તરૂણો સહિત એક  ઊંડાણપૂર્વક શોધખોળ હાથ ધરતાં એક તરૂણનું મોટર સાયકલ રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યું હતું. જ્યારે બાળકોના મોબાઈલ ફોનથી સંપર્ક સાધતાં તેઓના મોબાઈલ ફોન બંધ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

five-boys-missing-from-jamnagarfind-from-rajkot
five-boys-missing-from-jamnagarfind-from-rajkot

બીજી તરફ પોલીસે બાળકોના મોબાઈલ લોકેશન ટ્રેક કરતાં રાત્રે 1ર વાગ્યે છેલ્લું લોકેશન અલિયાબાડા નજીકનું આવતું હતું અને બાદમાં આજે  ગૂમ થયેલાં બાળકો અને યુવાનના મોબાઈલ ફોનનું લોકેશન રાજકોટ હોવાનું ટ્રેક થયું હતું. જે બાદ આ બાળકો ગણતરીની કલાકોમાં રાજકોટ રેલવે પોલીસને જાણ કરાતા સ્ટેશન પરથી જ પાંચે’યને હાથવગા કરી લેવામાં આવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, નાસમજ એવા તરૂણોને ઘર છોડી બહારગામ લઈ જવામાં આ યુવાનનો હાથ હોવાનું પણ  જણાવે છે ત્યારે પોલીસ આ કિસ્સામાં કેવા પગલાં ભરે છે? તે જોવું રહ્યું.

five-boys-missing-from-jamnagarfind-from-rajkot
five-boys-missing-from-jamnagarfind-from-rajkot

દરમિયાન જામનગર પોલીસ તરૂણો અને યુવકનો કબજો લેવા રાજકોટ દોડી ગઈ છે અને તરૂણો અને યુવાન હાથ આવ્યા બાદ શા માટે તેઓ ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયાં હતાં? અને ક્યાં જવાના હતાં? સહિતની વિગતો બહાર  હાલ તો તરૂણ અને યુવાન મળી આવતાં પોલીસ અને પરિવારજનોએ નિરાંત અનુભવી છે.

five-boys-missing-from-jamnagarfind-from-rajkot
five-boys-missing-from-jamnagarfind-from-rajkot

Related posts

જામનગરમાં કૃષિ મંત્રીના કાર્યાલયને ઘેરાવ કરવા કોંગ્રેસનો પ્રયાસ

Nawanagar Time

માતા અને પુત્રીના બિભત્સ ફોટા મોર્ફ કરી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા,પોલીસે ફરિયાદ

Nawanagar Time

કાલાવડમાં બીડી, તમાકુ અને સિગારેટ ચોરાયા

Nawanagar Time

Leave a Comment