Nawanagar Time
ગુજરાત જામનગર

સિક્કા ફકીર સમાજના પ્રમુખ સહિતના પાંચ શખ્સોનો યુવાન પર હુમલો

five-men-including-president-of-cika-fakir-samaj-attacked-the-young-man

ચૂંટાયેલા પ્રમુખને પ્રમુખ માનવા તૈયાર ન હતા ઘાયલ : લોખન્ડના પાઇપ અમે લાકડી વડે કરાયો હુમલો : યુવાનને હોસ્પિટલ ખસેડાયા

જામનગર:-જામનગર નજીક સિક્કા ગામે બુધવારે મોડી રાત્રે  પિતા-પુત્રો સહિતના પાંચ શખ્સોએ પંચવટી વિસ્તારમાં યુવાનને આંતરી લઇ લોખન્ડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપીઓ સામે મારામારી અને ધાક ધમકી ઉચ્ચારવા સબબ ફરિયાદ નોંધી છે. આરોપીઓ પૈકીના એક ફકીર સમાજના ચૂંટાયેલા પ્રમુખ હોવા છતા ઘાયલ તેઓને પ્રમુખ તરીકે સ્વીકારવા તૈયાર ન હોવાથી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.

જામનગર તાલુકાના સિક્કા ગામે બુધવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સુમારે પંચવટી રેલવે ફાટક પાસે સિક્કા ફકીર સમાજના પ્રમુખ સલીમ મજીદ મુલ્લા,  હાસમ મજીદ મુલ્લા, આમદ મજીદ મુલ્લા તથા આમદના બે દિકરા સહિતનાઓએ 32 વર્ષીય મહમદહુસૈન નવસાદ ભાઈ પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને સખત માર માર્યો હતો. જેમાં યુવાન તથા વચ્ચે પડેલ અન્ય એકને માથા સહિતના ભાગે ઓછી વતી ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે ફકીર સમાજના પ્રમુખ સહિતના શખ્સો સામે આઈપીસી કલમ 324, 323, 504, 506(2),114 તથા જી.પી.એક્ટ કલમ 135(1)મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી સલીમભાઇ સિક્કા ફકીર સમાજના પ્રમુખ તરીકે ચુંટાયેલ હોય પરંતુ મહમદ હુસૈન તથા સાહેદ તેઓને પ્રમુખ તરીકે માનતા ન હોય જેનુ મન દુ:ખ રાખીને હુમલો કરાયો હોવાનું સીક્કા પોલીસ દફતરમાં નોંધાયેલી ફરિયાદમાં જાહેર થયું છે.

Related posts

હડિયાણામાં પિસ્તોલ સાથે એકને ઝડપી લેતી એલસીબી

Nawanagar Time

વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા ડેંગ્યુ અંકુશ અભિયાન

Nawanagar Time

ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુકત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

Nawanagar Time

Leave a Comment