Nawanagar Time
ગુજરાત જામનગર

પાંચ માસની બાળકી ઉપર અઢી વર્ષની બહેન બેસી જતાં કરૂણ મોત: અરેરાટી

five-months-after-the-tragic-death-of-two-and-a-half-sister-to-sit-up-girl

લાલપુરના મેઘપર ગામે કુદરતની કારમી થપાટ સમી ઘટના

જામનગર:-કુદરતની કારમી થપાટનો ચોંકાવનારો કિસ્સો લાલપુરના મેઘપર ગામે  આવ્યો છે. ફૂલ જેવી કોમળ અઢી માસની બાળકી ઉપર રમત-રમતમાં પાંચ વર્ષની મોટી બહેન બેસી જતાં શ્ર્વાસ રૂંધાઈ જવાથી માસૂમ બાળકાનું મોત નીપજ્યું હતું.

જામનગરના માસુમ બાળકીના મૃત્યુનું નિમિત તેની જ નાદાન સગી બેન બની હોવાની ઘટના ઘટી છે. પરપ્રાંતીય પરિવારની માસુમ બાળકી પર નાદાન બેન અજાણતા જ બેસી  સ્વાસ રૂંધાઇ જવાથી પાંચ માસની માસુમનું મૃત્યુ નીપજ્યું છે.

જામનગરમાં ગઈકાલે કરુણ ઘટના ઘટી હતી જેની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામે સ્થાનિક કંપનીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના કરજમા ટોલા ડંડા ગામના એક પરિવારના બ્રજેશકુમાર રંગબહાદુરની અઢી વર્ષીય પુત્રી પલક અજાણતા તેની પાંચ માસની  બેન નીતકુમારી  બેસી જતા માસુમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. જેમાં સ્વસોસ્વાસની ક્રિયા બંધ થઇ જતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મેઘપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

‘ખોજા’ બુકીની મદદથી ક્રિકેટના સટોડિયાઓને ખંખેરતી પોલીસ

Nawanagar Time

રૂા.197.78 કરોડના ખર્ચે બનશે જામનગરનો પ્રથમ ફલાયઓવર: શાસકોની વિદાય ભેટ

Nawanagar Time

બોલો, લ્યો.. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી શાસક પક્ષને જ નથી ગાંઠતા

Nawanagar Time

Leave a Comment