Nawanagar Time
જામનગર

મોટી ખાવડી નજીકથી પાંચ શખ્સોની નશાની હાલતમાં ધરપકડ..

જામનગરના એસ.ટી. ડેપો રોડ પરથી ગઈકાલે શરાબની બોટલ તથા બીયરના ટીન સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા જતાં ચાર શખ્સો મોટરમાંથી ઝડપાયા છે. જ્યારે મોટી ખાવડી પાસેથી મોડીરાત્રે નશાની હાલતમાં પસાર થતા પાંચ શખ્સોને પોલીસે પકડી તેઓની મોટર કબજે કરી છે.

જામનગરમાં ગઈકાલે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન નશાખોરો છાકટા ન બને કે કોઈપણ સ્થળે દારૃની મહેફિલો ન યોજાય તે માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા ચાંપતા બંદોબસ્ત દરમ્યાન નગરના એસ.ટી. ડેપો પાસેથી રાત્રે બારેક વાગ્યે પસાર થયેલી જીજે-૧૦-એપી ૫૮૦૩ નંબરની મોટરને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કાફલાએ રોકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી શરાબની એક બોટલ તથા બીયરનું એક ટીન સાંપડયું હતું. ઉપરોકત જથ્થા સાથે સનસિટી-૧માં રહેતા યાવરખાન શાહદાદખાન પઠાણ, ખંભાળિયાના વિજય વિરપાળ ગઢવી, ખોજાનાકા પાસે ટીટોડી વાડીમાં રહેતા ઝાકીર ઓસમાણ ખીરા તથા સલાયાના નારણ ખેતશીભાઈ ગઢવી નામના ચાર શખ્સો મળી આવતા પોલીસે તેઓની ધરપકડ કરી છે.

ધ્રોલમાંથી ગઈકાલે બપોરે પસાર થયેલી જીજે-૩-જેએલ ૮૫૪૧ નંબરની ક્રેટા મોટરને પોલીસે રોકાવી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી શરાબની એક બોટલ સાથે જામકંડોરણા તાલુકાના મેઘાવર ગામના દશરથસિંહ નાનભા જાડેજા મળી આવતા પોલીસે રૃા.૬ લાખની મોટર અને બોટલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

આ ઉપરાંત જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી પાસે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કાફલાએ બારેક વાગ્યે ત્યાંથી નીકળેલી એક હ્યુન્ડાઈ મોટરને રોકી તેમાં રહેલા પાંચ શખ્સોની તલાશી લેતા નગરના સાંઢિયા પુલ પાસે રહેતા સુશિલ રમેશભાઈ બોડા, લાલવાડી પાસેના શાંતિવનમાં રહેતા રવિન્દ્રસિંઘ ગુરૃમુખસિંઘ બહારા, લીમડા લેનમાં રહેતા મહાવીરસિંહ રઘુવીરસિંહ પરમાર, કરશન રઘુભાઈ નકુમ તથા શાંતિનગર શેરી નં.૧માં રહેતા સુખદેવસિંહ ઉદયસિંહ જાડેજા નશાની હાલતમાં જણાઈ આવ્યા હતા. પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી દારૃબંધી ભંગ અંગેનો ગુન્હો નોંધ્યો છે.

Related posts

9 અને 66 નંબરની મગફળીએ જામનગરના ખેડૂતોને બનાવ્યા માલામાલ

Nawanagar Time

ઉદ્યોગોને વીજ સરચાર્જમાંથી મુક્તિ

Nawanagar Time

જામનગરના નાગરિકોએ હવે રાખવું પડશે ધ્યાન: ટૂંક સમયમાં ઈ-મેમો પ્રથા

Nawanagar Time

Leave a Comment