Nawanagar Time
ગુજરાત

નિકાવામાં પાંચ વિઘા ઝીંઝરા બાળી દેવાયા

five-vega-zinzara-burned-in-the-nikaava

કાલાવડ:-કાલાવડ તાલુકાના નિકાવા ગામે ખેતી કરતા ખેડૂત રાઘવભાઇ રવજીભાઇ મારવિયાના ખેતરમાં પાંચ વિઘાના રાણાના  કોઇ અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા તમામ પાંચ વિઘાના પુંજરાનો ઢગલો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. આમ અચાનક વિકરાળ આગ લાગતા સેઢાપાડોશી ખેડૂતે ખેતર માલીકને જાણ કરતા તેવો તાત્કાલિક ખેતરે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ તમામ ચણાનો નાશ થઇ જવા પામ્યો હતો. આ બનાવની જાણ થતા  ગામના સરપંચ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. અને બનાવની જાણ નિકાવા પોલીસને કરતા નિકાવા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. રાઠોડ ઘટના સ્થળ પર પહોંચી બનાવની તપાસ કરી હતી. આમ આ તમામ ચણાનો નાશ થતાં ખેડૂત કફોડી હાલતમાં મુકાઇ ગયા હતા. તો શું આ બનાવથી ખેડૂતને સરકાર તરફથી કોઇ  મળશે ખરી? જેવી ખેડૂત આલમની માંગણી ઉઠવા પામી છે.

five-vega-zinzara-burned-in-the-nikaava
five-vega-zinzara-burned-in-the-nikaava
five-vega-zinzara-burned-in-the-nikaava
five-vega-zinzara-burned-in-the-nikaava

Related posts

“હે ભગવાન, સરકારને સદ્બુદ્ધિ આપો”

Nawanagar Time

અલ્પેશ ઠાકોરના કારણે ભાજપની મુશ્કેલી વધી

Nawanagar Time

દસમા માળ સુધી આગ લાગે તો પણ કંટ્રોલ કરી શકાશે, આ ફાયરસ્ટાફ છે તૈયાર

Nawanagar Time

Leave a Comment