Nawanagar Time
ગુજરાત જામનગર

મહેમાન પક્ષી ફલેમિંગોની વસતિ ગણતરી થશે

flamingos-population-will-be-calculated-from-tomorrow

જૂદા-જૂદા ફલેમિંગો મંડળો દ્વારા બે તબક્કામાં થશે ગણતરી

જામનગર:-શિયાળાની મોસમમાં આફ્રિકાથી ભારત સુધીની સફર ખેડી ભારતમાં પ્રજનન કરતાં સુંદર ફલેમિંગો પક્ષીઓની આવતીકાલથી ભારતભરમાં ગણના કરવામાં આવશે. બે તબક્કે કરવામાં આવનારી આ ગણનામાં પહેલા તબક્કામાં રર અને ર3 ફેબ્રુ. અને બીજા  એપ્રિલ માસમાં ફલેમિંગોની ગણના થશે. ફ્લેમિંગો ગણના 22મી ફેબ્રુઆરીથી શરુ થશે. પ્રથમવાર થઈ રહેલી પેન-ઈન્ડિયા ફ્લેમિંગો સંખ્યા ગણનામાં આ સપ્તાહના અંતમાં મોટાં તેમજ નાના ફ્લેમિંગોની ગણના માટે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)માં જોડાશે.

બે તબક્કે થનારી આ ગણનામાં પહેલી ફ્લેમિંગો ગણના ફ્રેબ્રુઆરી 22-23મીએ તો બીજા તબક્કાની ગણના એપ્રિલમાં આરંભાશે.  એ ફ્લેમિંગો મંડળો સાથે સમગ્ર ભારતમાં સાઈટ્સની પસંદગી કરી છે.

વધુમાં ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિસા, હરિયાણા, કર્ણાટકા, કેરળ, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગણામાંથી અનેક સ્થળો ગણના માટે પસંદ કરાયા છે. મહારાષ્ટ્રમાં નવ સ્થળોએ આ ગણના કરવામાં આવશે. બીએનએચએસએ લિસ્ટમાં સમાવિષ્ટ ન હોય તેવા સ્થળોની જાણ કરવા અંગે લોકોને  થવા પણ જણાવ્યું છે.  પક્ષીપ્રેમીઓ ઉપરાંત બીએનએચએસએ સમગ્ર ભારતની સરકારી સંસ્થાઓ, ઈન્ડિયન બર્ડ ક્ધઝર્વેશન નેટવર્ક, એનજીઓ, સંશોધકો તેમજ શિક્ષણશાસ્ત્રીઓને ફ્લેમિંગો ગણનામાં જોડાવાનું પણ આવાહન કર્યું છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ તેની વેબસાઈટ પર આ ગણના પ્રણાલિ સંબંધિત નોંધ તેમજ ફ્લેમિંગોની બે પ્રજાતિઓ વિશે પણ માહિતી મૂકી છે. સહભાગીઓ દરરોજ  માહિતી મોકલી શકે છે.

Related posts

બસ સ્ટેન્ડ નજીકના તળાવને ન્યુસન્સ મુકત કરવા જાળી ફિટ કરાઇ

Nawanagar Time

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિનહરીફ

Nawanagar Time

પોલીસની બોલેરો પર પથ્થરમારો કરનારા ચારેય લૂંટારાઓ સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો

Nawanagar Time

Leave a Comment