Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વાઈન ફલુનો હાહાકાર: જામનગરમાં વધુ એકનું મોત

fluhain-of-swine-flu-one-more-death-in-jamnagar

પરપ્રાંતીય યુવાનનો સ્વાઇન ફલુ રીપોર્ટ આવતા પહેલા જ સારવારમાં દમ તોડયો: શંકાસ્પદ બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

જામનગર:-જામનગરમાં સતત બીજા દિવસે સ્વાઇન ફલુથી દર્દીનું મૃત્યુ નિપજયું છે. જી.જી.હોસ્પિટલમાં મંગળવારે સ્વાઇન ફલુના શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. રીપોર્ટ આવ્યા પૂર્વે દર્દીએ દમ તોડયો હતો. જયારે એક 13 વર્ષીય બાળકનો સ્વાઇન ફલુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

શહેર જિલ્લામાં સ્વાઇન ફલુનો કહેર વધી રહ્યો છે, જી.જી.હોસ્પિટલમાં મંગળવારે એક 24 વર્ષિય પરપ્રાંતિય યુવાનને સ્વાઇન ફલુના શંકાસ્પદ લક્ષણો દેખાતા દાખલ કરવામાં આવ્યો હતો.

જેના લોહી સહીતના નમુનાઓ લઇ તબીબો દ્વારા પૃથકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જો કે, આ પૃથ્થકરણનો રીપોર્ટ આવે એ પુર્વે જ બપોરે સારવાર હેઠળ રહેલા આ પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નિપજયું હતું. ત્યારબાદ મોડી સાંજે તેનો પણ સ્વાઇન ફલુ પોઝીટીવ રીપોર્ટ આવ્યાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ધ્રોલ પંથકના એક 13 વર્ષીય બાળકને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને સ્વાઇનફલુના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના લોહીના નમુના લઇને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો હતાં જેમાં  સ્વાઇનફલુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

હાલ જી. જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુના કુલ 3 દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. જયારે એક દર્દીને તબિયતમાં સુધારો થતાં રજા અપાઇ છે. જામનગર શહેરમાં સતત બીજા દિવસે સ્વાઇન ફલુની બિમારી વધુ એક વ્યકિતને ભરખી જતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

Related posts

ખેડૂતોને તાત્કાલ વીજ જોડાણના નામે ‘સ્કિમ’, 19 હજારથી વધુ અરજી પેન્ડિગ

Nawanagar Time

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં તરુણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Nawanagar Time

મોરારીબાપુ વિરૂદ્ધ કરાયેલી ટીપ્પણી અંગે વૈષ્ણવ સાધુ સમુદાયે દ્વારકાધીશને આપ્યું આવેદનપત્ર

Nawanagar Time

Leave a Comment