Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમ યોજાઇ

following-general-elections-2009

જામનગર:-આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ / કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન આજરોજ ધનવંતરી ઓડિટોરીયમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરએ ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી ઝિણવટભરી માહિતી પુરી પાડી અને ખંતથી ચૂંટણીલક્ષી કામગીરી કરવા જણાવેલ હતું.
આ તાલીમમાં ચૂંટણીને લગત તમામ મુદ્દાઓ આવરી લઇ તેની સવિશેષ જાણકારી ઉપસ્થિત સૌને આપવામાં આવેલ હતી અને ઉપસ્થિત સૌએ પડતી મુશ્કેલીઓની રજુઆત કરી અને તેનું નિરાકરણ મેળવેલ હતું. આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક અને જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા ઉપસ્થિત સૌને ચૂંટણી કામગીરી વિષે માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. આ સમગ્ર તાલીમનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જોષી દ્વારા કરવામાં આવેલ હતું.

Related posts

જામનગર જિલ્લા સહકારી બેંકની કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ

Nawanagar Time

ભાણવડમાં માતા વગરના શ્ર્વાન શિશુનું રાજપૂત પરિવાર દ્વારા પાલન

Nawanagar Time

ખીજડા મંદિર ખાતે પાંચ દિવસીય પ્રાકટ્યોત્સવનો પ્રારંભઃ 400 વર્ષથી ઉજવાતી પરંપરા

Nawanagar Time

Leave a Comment