Nawanagar Time
ગુજરાત જામનગર

વાગડિયામાં ફૂડ પૉઈઝનિંગ, પ0થી વધુને અસર

food-poisoning-in-wagadia-affecting-more-than-50

ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ એક-પછી-એક લોકોને અસર થતાં દોડધામ

જામનગર:-જામનગર જિલ્લાના વાગડિયા ગામે ગઈકાલે એક ધાર્મિક પ્રસંગમાં પ્રસાદ (ભોજન) આરોગ્યા બાદ  એક-પછી-એક પ0 જેટલાં લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતાં તાબડતોબ લોકોને જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લાના વાગડિયા ગામે ધાર્મિક પ્રસંગે સામૂહિક ભોજન (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગમા મોટી સંખ્યામાં લોકોએ સામૂહિક ભોજનનો  લાભ લીધો હતો, પરંતુ ભોજન આરોગ્ય  અચાનક જ થોડીવાર બાદ 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસરને કારણે ઝાડા-ઉલટી થઇ જતા તમામ ને તાકીદે ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફત જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન જીજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ફૂડ પોઈનિંગના દર્દીઓ આવતાં ખાટલાં પણ ખૂટી પડ્યાં હતાં અને એક-એક પલંગ પર બબ્બે દર્દીઓને સુવડાવી  આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ અસર નાના બાળકોને થઈ હતી અને કુલ 50 દર્દીઓ પૈકી 35 જેટલાં બાળકોને ફૂડ પોઈઝન થયું હોવાનું બહાર આવ્યું છે.

Related posts

કિર્તી પાનના ગેરકાયદે શેડનો ભૂક્કો બોલાવતી એસ્ટેટ શાખા

Nawanagar Time

જામનગર તાલુકામાં માટીકામ કૌભાંડ અટકાવવા ટીડીઓનો આદેશ

Nawanagar Time

જામનગરના બેડી પાસે જીરાના ભુક્કામાં લાગી આગ

Nawanagar Time

Leave a Comment