Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજરાતના ખેડૂતો માટે રૂ. 2600 કરોડ પાકવીમો મંજૂર: વિજયભાઇ રૂપાણી

રાજય સરકાર સતત કાર્યશીલ સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દુષ્કાળની બાબત સદાયે ભુતકળની બની રહે તે માટે સૌની યોજનામાં મક્કમતા સાથે આગળ વધી રહી છે ગુજરાત સરકાર.

 

રૂ. 164 લાખના ખર્ચે કાલાવડ (પૂર્વ) અને કાલાવડ (પશ્ચિમ)ની નવનિર્મિત પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું થયેલું લોકાર્પણ

જામનગર:-કાલાવડ ખાતે એ.પી.એમ.સી. ભૂમિ પૂજન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂતોને આનંદના સમાચાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ  2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જાય તે માટે રાજય સરકાર સક્રિયતા સાથે પગલાભરી રહી છે.

for-farmers-of-gujarat-rs-approved-2600-crore-crops-vijaybhai-rupani
for-farmers-of-gujarat-rs-approved-2600-crore-crops-vijaybhai-rupani

 

કાલાવડ સ્થીત ભૂમિપૂજન તથા લોકાર્પણના સમારોહમાં મુખ્યમંત્રીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોની સરકાર છે.  સરકાર ગામડાની સરકાર છે. અગાઉ 1995-96 સુધીમાં કૃષિ ઉત્પાદન માત્ર 13,948 કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે તેમાં 12 ગણો વધારો કરીને આ ઉત્પાદન 1,68,432 કરોડ રૂપિયાનું થયેલ છે જેનો મતલબ ખૂબજ સ્પષ્ટ છે સરકારની પ્રોત્સાહક નિતિ ગુજરાતના ખેડૂતોનો પરિશ્રમ આજે ભારતની માર્કેટ સર કરીને બેઠો છે. કાલાવડ ખાતે મુખ્યમંત્રીએ  જણાવ્યું હતું કે, મગફળીના ઉત્પાદનમાં 39.36 લાખ ટન સાથે ગુજરાત નંબર-1 ઉપર છે. એવી જ રીતે કપાસના ઉત્પાદનમાં 101 લાખ ગાસડીઓમાં ગુજરાત નંબર-1 છે. તેવીજ રીતે દૂધના ઉત્પાદનમાં 135 લાખ કરીને પણ ગુજરાત રાજય નંબર-1 ઉપર છે. આમ રાજય સરકાર ખરા અર્થેમાં ગામડાઓની અને ખેડૂતોને વરેલી છે. કાલાવડ ખાતેના  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 8500 કરોડની મગફળીની ખરીદી કરી છે અને ચાલુ વર્ષે પણ 2200 કરોડથી વધુ રકમની મગફળી ખરીદી કરી આ સરકાર ખરા અર્થમાં ખેડૂતોના હિતને વરેલી છે તેવું ખેડૂતો પણ હવે મહેસુસ કરી રહ્યાં છે. સૌરષ્ટ્ર-કચ્છની પ્રજાને દુષ્કાળની બાબત સદાયે ભુત્કળની બની  તે માટે સૌની યોજના મકકમતા સાથે આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રના 115 ડેમો નર્મદાના નિરથી ભરી દેવામાં આવશે અને ગુજરાતની જળસંગ્રહ શક્તિ વધારવા માટે રાજય સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન મહાયગ્ન સ્વરૂપે ઉપાડેલ છે તેમ મુખ્યમંત્રીએ અંતમાં ઉમેર્યું હતું.

Related posts

એક મહિનામાં ડેંગ્યુના 108 અને મેલેરિયાના 25 પોઝિટિવ કેસ

Nawanagar Time

રાજ્યભરની વેરા કચેરીમાં જીન્ટ અને ટી-શર્ટ not Allow

Nawanagar Time

કેશુબાપા કાલાવડથી ચૂંટણી લડ્યાં ત્યારે વાજપેયીજીએ કર્યો હતો પ્રચાર

Nawanagar Time

Leave a Comment