Nawanagar Time
સ્વાદ પકવાન

અચારના ચાહકો માટે છે આ કરમદાનું અથાણું

for-the-fans-of-achaar-this-is-the-pickle-of-the-money

સામગ્રી:-

  • કરમદા – 250 ગ્રામ
  • સરસિયું – 1 કપ
  • હિંગ – 1 ચમચી
  • હળદર – 1 ચમચી
  • વરિયાળી – 2 ચમચા
  • અજમો – અડધી ચમચી
  • મેથી – 2 ચમચી
  • રાઇના કુરિયાં – 3 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • મરચું – જરૂર પૂરતું

બનાવવાની રીત:-

કરમદાને ધોઇને કોરા કરી લો. કરમદાના બબ્બે ટુકડા સમારી અલગ રાખો. વરિયાળી અને મેથીને શેકી તેનો અધકચરો ભૂકો કરો. સરસિયામાં અડધી હિંગ નાખીને ગરમ કરી પછી ઠંડું થવા દો. એક તપેલીમાં બધો મસાલો અને બાકીની હિંગ ભેળવો. મસાલામાં કરમદા પણ નાખીને મિક્સ કરો. અડધા ભાગનું સરસિયું ઉમેરી મિક્સ કરો. આ અથાણાંને કાચની બરણીમાં ભરી પાતળું કપડું ઢાંકણા પર બાંધી રૂમમાં જ ચોવીસ કલાક સુધી રાખો. પછી બાકીનું સરસિયું રેડી દો. આ અથાણું આખું વર્ષ સારું રહે છે.

Related posts

તન અને મન બંનેને ઠંકડ પહોંચાડતો ટેસ્ટી પાઇનેપલ શેક

Nawanagar Time

ઘરે જ બનાવો પ્રસાદમાં ખવાતો સ્વાદિષ્ટ થોર

Nawanagar Time

કોલ્હાપુરી ચપ્પલ નહીં, મસાલા !

Nawanagar Time

Leave a Comment