Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાનના કાર્યક્રમ માટે 700 એસટી દોડશે

for-the-prime-ministers-program-700-ss-will-run

જનમેદની એકત્રિત કરવા એસટીના અનેક રૂટ કેન્સલ કરી વડાપ્રધાનના કાર્યક્રમ માટે બસ ફાળવણી

જામનગર:-આગામી માસમાં જામનગર આવી રહ્યા છે ત્યારે વિશાળ જનમેદની એકત્ર કરવા એસ.ટી.ની બસોની વ્યવસ્થા કરવામાં માટે તંત્રને સૂચના મળતા અધિકારીઓની દોડધામ વધી જવા પામી છે. મળતી માહિતી મુજબ આશરે 700 બસોને જામનગરમાં લાવવામાં આવનાર છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 4.3.ર019 ના જામનગર આવી રહ્યા છે. તેઓના હસ્તે  વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા પછી શહેરના પ્રદર્શન મેદાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિશાળ જનમેદની એકત્ર કરવા સંબંધિતોને સૂચનાઓ અપાઈ ચૂકી છે. આ સભામાં બહારગામથી લોકોને જામનગર સુધી લઈ આવવા માટે એસ.ટી. બસો માટે આદેશો અપાઈ ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આશરે 700 બસનો  અપાઈ ચૂક્યો છે. એટલે કે 3પ થી 40 હજાર લોકોને જામનગર બહારથી લાવવામાં આવશે. તેમાં જામનગર શહેરમાંથી ર0 બસ અને ગ્રામ્ય વિસ્તારની 70 બસોનો સમાવેશ થાય છે. એક સાથે ચાર તારીખે ગુજરાતભરમાંથી એસ.ટી. બસો જામનગર આવશે. એટલે કે આ દિવસે એસ.ટી. બસોના અનેક રૃટ બંધ થશે અને હજ્જારો મુસાફરો  સામનો કરશે.

Related posts

સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કરનારા ડઝનબંધ વેપારીઓ પોલીસની ઝપટે

Nawanagar Time

રચનાબેનનો સપાટો, સ્ટેન્ડિંગમાં અધિકારીઓને નો એન્ટ્રી!

Nawanagar Time

જામનગર જેલમાંથી જામીન પર છૂટનારા આરોપીઓને પતાવી દેવાનો કારસો નિષ્ફળ

Nawanagar Time

Leave a Comment