Nawanagar Time
ગુજરાત જામનગર

ફક્ત રૂા.1800ની લૂંટ માટે લાવડિયાના યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો

for-the-robbery-of-rs-1800-the-driver-of-lavadia-died-on-the-spot

એલસીબીએ પાંચ દિવસ પૂર્વેની ઘટનામાં ત્રણ આદિવાસી શખસોને ઝડપી લઇ હત્યાનો ભેદ ઉકેલ્યો

જામનગર:-પાંચ દિવસ પૂર્વે જામનગર શહેરની ભાગાળે આવેલા લાવડિયા ગામે વાડીએથી પરત  ભાનુશાળી યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં એલસીબીએ ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. રૂા.1800ની લૂંટ કરવાના ઇરાદે ત્રણ આદિવાસી શખસોએ આ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું આજે પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે.

બનાવની વિગતો મુજબ ગત તા.2 ના રોજ મનિષ ઉર્ફે ધર્મેશ ચાંદ્રા લાવડિયા  સીમથી ગંગા વાવ વાળા રસ્તે જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખસોએ લૂંટ કરવાના ઇરાદે મનિષના માથામાં બોથડ પદાર્થના ઘા ઝિંકયા હતાં ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નિપજયું હતું, આ ખૂન કેસમાં પોલીસે મુકેશ ભુરા વસના (રહે. હાલ અલીયાબાડા, મુળ એમપી), કોબાન પાનસિંગ ઉર્ફે માનસીંગ રાઠવા આદિવાસી(રહે. ઢંઢા, મુળ એમપી)  મોહન અન્નો રાઠવા આદિવાસી (રહે. અલીયાબાળા, મુળ એમપી)ને ઝડપી પાડયા છે. આ બનાવામાં પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગત તા.ર ના રોજ ગંગાવાવ વાળા રસ્તે મનિષને આંતરી લઇ ત્રણેય શખસોએ બોથડ પદાર્થના ઘા ઝિંકયા હતાં અને મૃતકનું પાકિટ, બેંકના બે કાર્ડ તેમજ આધાર કાર્ડ, લૂંટી લીધા હતાં. રૂા.1800ની લૂંટ  હતી. મનિષને માથામાં બોથડ પદાર્થ માર્યો હોવાથી તેનું મોત નિપજયું હતું. આ બનાવના પાંચ દિવસ વિતી ગયા બાદ પોલીસે આરોપીઓને શોધી કાઢયા છે.

એલસીબીના પીએસઆઇ આર.બી. ગોજિયા, ફિરોજભાઇ દલ, બસીરભાઇ મલેક, ખીમભાઇ ભોચિયા અને નિર્મળસિંહ જાડેજા તથા મિતેશભાઇ પટેલ સહિતના સ્ટાફે આદિવાસી શખસોની પ્રવૃતિ તથા હલચલ પર વોચ ગોઠવી  પાડયા હતાં.

Related posts

કૃષ્ણનગરમાં દેશી બનાવટનો ટાઈમ બૉમ્બ મળ્યો

Nawanagar Time

જામનગરમાં સગર્ભા માતાને ફળવાળા વૃક્ષ સાથે ઉછેર માટે પાંજરૂ અપાશે!

Nawanagar Time

જમીન વહેચણી મામલે મહેસૂલ વિભાગે કર્યો સુધારા આદેશ

Nawanagar Time

Leave a Comment