Nawanagar Time
ગુજરાત જામનગર

ધૂળેટી બાદ માવઠાની આગાહી

forecasting-after-dhuleti

જામનગર:-હોળીના તાપણા તાપી શિયાળાની વિદાય થનાર છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમા  ઉનાળાનું આગમન થઇ ચુકયું છે. વહેલી સવારે અને સાંજે ફુલ ગુલાબી વાતાવરણનો અનુભવ નગરજનો કરી રહ્યા છે ત્યારે શુક્રવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી હવામાન પલ્ટો થવાના એંધાણ મળી રહ્યા છે.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો 36 ડીગ્રીએ આંબી ગયો છે. બપોરના સમયે લોકોને સૂર્યનારાયણના આકરા મીજાજના દર્શન થઇ રહ્યા છે.  25મીથી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે માર્ચ મહિનો હોવા છતાં શિયાળાનો અહેસાસ થઇ રહ્યો છે. અડધો માર્ચ મહિનો પુરો થવા આવ્યો હોવા છતા ગરમીનું પ્રમાણ વધ્યું નથી. હોળી-ધુળેટી સુધી હજુ ઠંડીનું વાતાવરણ જળવાઇ રહેશે તેવા યોગ છે.

બીજી તરફ ફાગણ વદમાં તેજ ગતિના પવન ફુંકાવાની  તા.22 થી 24 માર્ચ સુધી રાજ્યમાં ફરી માવઠાના યોગ છે. ફરીથી જો માવઠું થશે તો ખેડૂતોને ઘઉંના પાકમાં મોટુ નુકસાન સહન કરવાની નોબત આવશે. બીજી તરફ આગામી 25 મી માર્ચથી ગરમીમાં વધારો થઇ શકે છે અને આકરા ઉનાળાની શરૂઆત થશે.

બીજી તરફ 28મી સુધી દરીયા કિનારે પવન ફુંકાવાની સાથે  ઉતરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થાય તેવી સંભાવના સાથે કમોસમી વરસાદ પડી શકે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું. ઠંડીની જેમ ગરમીનું પ્રમાણ પણ વધશે અને 38 થી 40 ડીગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે. સતત બદલાતા વાતાવરણથી ખેડૂતોને રવી પાકમાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું

Related posts

શાસકો સૂતાં રહ્યાં, વિપક્ષે કર્યા વધામણાં

Nawanagar Time

જામનગરમાં તાપમાન બે ડીગ્રી ઘટતા કાતીલ ઠંડીનો પ્રારંભ

Nawanagar Time

જામનગર આયુર્વેદ હોસ્પિટલના એ.એન.ટી. તથા દંત વિભાગને ચાલુ સમયે લાગેલા તાળાં

Nawanagar Time

Leave a Comment