Nawanagar Time
ગુજરાત મોરબી

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરાઇ…

former-bjp-mla-jayanti-bhanu-was-killed-in-an-ongoing-train

કચ્છના સામખિયાળીથી માળીયા-મિયાણા વચ્ચે ટ્રેન પહોંચી ત્યારે એક આંખમાં અને બીજી છાતીમાં ગોળી ધરબી હત્યારાઓ ફરાર

મોરબી:-ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી.

હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળીયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. રાતે આ ઘટનાની બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનને બે કલાક સુધી માળીય સ્ટેશને રોકી રાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં.

મૃતક જયંતિભાઈના પરિજનોને આ બનાવની જાણ કરવામાં આવી છે.  તેમના સગા સંબંધીઓ જેમ જેમ ઘટનાની જાણ થઈ તેમ તેમ તેમના નિવાસ સ્થાને ભેગા થઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ બનાવની જાણ થતા જ તેમના અમદાવાદ નિવાસસ્થાને પણ સાગા સંબંધીઓ  ભેગા થવા લાગ્યા હતા અને પરિવારના કેટલાક સભ્યો માળીયા પણ પહોંચ્યા છે અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

જયંતિ ભાઈ ભાનુશાલીના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે પેહેલા રાજકોટ લાવાના હતા પણ પરિવારજનોએ હવે અમદાવાદમાં જ પોસ્ટ મોર્ટમ કરવાનું નક્કી કર્યું છે.

દરમિયાન આ હત્યા પાછળ હમણાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છબીલભાઈ પટેલ તરફ પણ ઈશારો કરવામાં આવી રહ્યો છે.

 

Related posts

દુશ્મનોને ભરી પીવા ઍરફોર્સ સજ્જ: ઍરકોમ્બેટ પ્રદર્શન નિહાળી લોકોે અભિભૂત

Nawanagar Time

હેં, કોણ જીતશે?! જામનગરમાં ચર્ચાતો એક જ સવાલ

Nawanagar Time

કાર્બાઈડથી પકાવેલી 130 કિલો કેરીનો નાશ

Nawanagar Time

Leave a Comment