Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા મર્ડર કેસની ફરી તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી

former-gujarat-home-minister-haren-pandya-murder-case-to-the-supreme-court-re-examined

કોર્ટમાં એક એનજીઓ તરફથી પ્રસિદ્ધ વકીલ પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરી

અમદાવાદ:-ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની નવેસરથી તપાસ કરવાની માંગ અંગે એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી હરેન પંડ્યાની મોતના 16 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં આ અરજી એક એનજીઓ તરફથી પ્રસિદ્ધ વકીલ પ્રશાંત ભૂષણે દાખલ કરી છે.

પ્રશાંત ભૂષણના માધ્યમથી દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં જ પ્રકાશમાં આવેલી અમુક ચોંકાવનારી જાણકારીના કારણે આ અરજીની જરૂરિયાત ઉભી થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 2003માં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (ઈઇઈં) એ કરી હતી. ટ્રાયલ કોર્ટે હત્યા માટે 12 વ્યક્તિઓને દોષિત ગણાવ્યા હતા પરંતુ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે તેમને એમ કહીને છોડી મૂક્યા કે તપાસ એજન્સીએ પોતાની તપાસમાં વિસંગતતા દર્શાવી છે.

Related posts

મોદીરાજમાં છેલ્લાં 6 વર્ષમાં 90 લાખ નોકરીઓ ઘટી

Nawanagar Time

આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ મોકૂફ રાખવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી

Nawanagar Time

રાજ્યમાં 100 દિવસનું ‘વાંચે વિદ્યાર્થી’ પ્રયોગ

Nawanagar Time

Leave a Comment