Nawanagar Time
ગુજરાત જામનગર

મહાપાલિકાના પૂર્વ ટીપીઓ સેદાણી પુન: નોકરીમાં ગોઠવાશે

former-municipal-commissioner-of-the-municipality-seedani-will-be-re-employed

રાજકીય માથાઓ અને વગદાર બિલ્ડર સેદાણીને પાછા લાવવા તત્પર

જામનગર:-અનેક કૌભાંડમાં અગ્રેસર અને એસીબીએ અપ્રમાણસસરની સંપત્તિ ઝડપી લીધા પછી કમિશ્નરએ બરતરફ કરી દીધેલા પૂર્વ ટીપીઓ જગદીશ સેદાણી પરત નોકરી ઉપર લઈ લેવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે, અને ટૂંક સમયમાં જ જામનગર કોર્પોરેશનની નોકરીમાં જોઈન કરે તેવા અણસારો મળી રહ્યા છે.

પાસેથી મળતી માહિતી મુજબ ગત શુક્રવારે જગદીશ સેદાણી જામનગર મહાપાલિકાની મુલાકાત લઈ ગયા હતા અને નોકરી ઉપર ચડવાની ગોઠવણ કરી ગયા હતા, સત્તાધારી પક્ષે હા ભણી હોવાનું કહેવાય છે, એટલે ટૂંક સમયમાં જ પુન: નોકરી જોઈન કરે એવા પુરતી  શક્યતાઓ છે.

જામનગર મહાપાલિકામાં લાંબા સમય સુધી ટાઉન પ્લાનિંગ વિભાગમાં  બાદ એક પછી એક કૌભાંડો ઉજાગર થયાના પગલે તત્કાલીન કમિશનરે જે વી સેદાણી ને નોકરીમાંથી બરતરફ કરી નાખ્યા હતા. ત્યારબાદ સેદાણીએ હાઈકોર્ટનું શરણું લીધું હતુંમ છે અને આ પૂર્વ ટીપીઓને છાવરવા અને પુન: મલાઈદાર પોસ્ટ ઉપર નિયુક્ત કરવા તેના રાજકીય માથાઓ અને કેટલાક બિલ્ડરો મેદાનમાં આવી ગયા હતા.

વિધાનસભાની  પૂર્વે જગદીશ  સેદાણી અને શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા વચ્ચેની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી, ત્યારે સંગઠન ડઘાઈ ગયું હતું. સુત્રોના કહેવા પ્રમાણે કમિશનર આર બી બારડની બદલી થયા બાદ જ આ પુન: નોકરીનો તખ્તો ઘડાયો છે, જે વી સેદાણીની છાપથી સૌ કોઈ વાકેફ છે. એટલે કોઈને પણ વાંધો  હોઈ શકે.

ત્રણ દિવસથી સેદાણી નોકરી ઉપર આવે છે, આવે છે, એ સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં વિવાદાસ્પદ અધિકારી પૂર્વ ટીપીઓ સેદાણીને પુન: ટીપીઓની જગ્યા ઉપર ગોઠવવા વગદાર બિલ્ડર લોબી અને રાજકીય માંધાતાઓ બેબાકળા બન્યાનુ કહેવાય છે

અગાઉ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં હાથ ધોઈ લેનાર કેટલાક બિલ્ડરો પણ આ અધિકારીને પુન  ગોઠવવા માટે મેદાનમાં આવી ગયા છે. જે તે સમયે પૂર્વ ટીપીઓ  સેદાણી અને તેના કૌભાંડિયા બિલ્ડરોના મોજ મજા વાળા વિદેશ પ્રવાસો પણ ટોક ઓફ ટાઉન બન્યા હતા,

રાજકીય ગોડ ફાધર અને બિલ્ડર લોબી વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં માહેર હોવાની છાપ ધરાવતા આ અધિકારી પર્યાય બની રહેલા આ અધિકારીને કોણ  પુન કાર્યરત કરવા તત્પર છે, તે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

દૂધની આડમાં શીખંડ, ફલેવર મિલ્ક મંગાવનાર એજન્સી સીલ

Nawanagar Time

જામનગરના દરિયામાં સઘન સુરક્ષા: 15 શંકાસ્પદ બોટનું ચેકીંગ

Nawanagar Time

જામનગર જિલ્લામાં નવા 21 પૉઝિટીવ, ત્રણનાં મોત

Nawanagar Time

Leave a Comment