Nawanagar Time
ગુજરાત જામનગર

ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર મામલે વિજીલન્સ તપાસ માંગતા પૂર્વ વિપક્ષી નેતા

former-opposition-leader-seeking-inspection-of-corruption-in-underground-sewerage

રંગમતીથી નાગેશ્ર્વર સુધી રૂા.6 કરોડના ખર્ચે નખાયેલી ભૂગર્ભ ગટરના કામમાં ગેરરીતિ: કોન્ટ્રાક્ટર પેઢીને બ્લેક લીસ્ટ કરવા માંગ

જામનગર:-જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી સોસાયટીથી નાગેશ્ર્વર સુધી અંદાજે રૂા.6 કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ કરાવવા છતાં ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ થતો ન હોય આ મામલે પૂર્વ વિપક્ષી નેતા અસલમ કરીમભાઇ ખીલજીએ જવાબદાર કોન્ટ્રાકટર પેઢીને બ્લેક લીસ્ટ કરી વિજીલન્સ તપાસ કરવા માગણી કરતા સનસનાટી મચી જવા પામી છે.

મળતી વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ કરીમભાઇ ખીલજીએ ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખેર્યા છે, જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોત્તરીમાં ભૂગર્ભ ગટરના કામને લઈ ઉઠાવવામાં આવેલા સવાલનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી ત્યારે ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા સર્વે ડિઝાઈન ડ્રોઈંગ બાદ આ કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડને  કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ રીવરફ્રન્ટ પાઈપલાઈન પ્રોજેકટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કુલ 2719.75 રનીંગ મીટરના આ કામમાં ઘાંચીની ખડકી પાસેથી શરૂ કરી સ્વામીનારાયણનગરમાં આવેલા 1600 એમ.એમ. ડાયા મીટરની હૈયાત પાઈપલાઈન સુધી કરવામાં આવેલા કામમાં કેનાલમાં દરેક જગ્યામાં સ્કીન ચેમ્બ્રો બનાવીને  જગ્યાએ નિયમિત સફાઈ કરવાની જોગવાઈ છે, પરંતુ કોન્ટ્રાકટર એજન્સી દ્વારા ચાર સફાઈ કામદારો મૂકવામાં આવ્યા નથી.

આ પાઈપલાઈન ઉપર આવેલ તમામ સ્કીન ચેમ્બ્રો બંધ હાલતમાં આવેલા છે. કોઈપણ ગંદા પાણીનો નિકાલ તેમાંથી થતો નથી તેમજ સ્કીન ચેમ્બરો જર્જરિત હાલતમાં છે. તમામ સ્કીન ચેમ્બરોમાં રીપેરીંગ કામની જરૂરિયાત છે. આના ઉપરથી  લાગે છે કે, સમગ્ર કામના રૂપિયા પાણીમાં ગયા અને વળતરમળેલ નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી સરકારી તિજોરીને ચૂનો લગાવતી આવી એજન્સી બ્લેક લીસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, મારી સરકારમાં ભ્રષ્ટાચાર  થતો નથી તો જામનગર મહાનગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચાર થાય છે  પણ સત્તાના જોરે જ થાય છે, ભાજપની સરકારમાં જ ભ્રષ્ટાચાર થાય છે. આ એનું ઉદાહરણ છે અને આવા તો અનેક ઉદહરણ છે. અગાઉ સામાન્ય સભામાં મેયર દ્વારા ઉપરોક્ત બાબતે એવી  ખાતરી પણ આપવામાં આવેલી હતી કે તપાસ થશે પણ હજુ સુધી ઉપરોક્ત બાબતે અનેકવાર અમો દ્વારા સામાન્ય સભા અને  રજૂઆત કરેલ અને અનેકવાર અમો દ્વારા પત્ર લખાયા હોવા છતાં પણ થર્ડ પાર્ટી દ્વારા વિજીલન્સ તપાસ કરવામાં આવેલ નથી, માટે આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે વિજીલન્સ મારફત તપાસ કરવાનો આદેશ કરવામાં નહિ ઓ તો કમિશ્નરની ચેમ્બર સામે જામનગર શહેરની જનતાને સાથે રાખીને ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.

Related posts

સંતાન પ્રાપ્તિના નામે છેતરપિંડી

Nawanagar Time

મૅડિકલ કોલેજમાં એમસીઆઈનું ચેકિંગ

Nawanagar Time

જામનગરમાં કોરોના પ્રત્યે બેદરકારો સામે કાર્યવાહી

Nawanagar Time

Leave a Comment