Nawanagar Time
જામનગર ગ્રામ્ય

જોડિયાના તારાણામાં થયેલા હુમલામાં ઘવાયેલા પૂર્વ સરપંચના ભાઈનું મૃત્યુ…

man-attacked-persons
જોડિયાના તારાણામાં નવ દિવસ પૂર્વે વાડીમાં વીજ પોલ નાખવાના પ્રશ્ને પૂર્વ સરપંચ સહિત ચાર વ્યક્તિ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યાે હતો જેમાં ઘવાયેલા પૂર્વ સરપંચના ભાઈનું રાજકોટ દવાખાને સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આ ગુન્હામાં હત્યાની કલમનો ઉમેરો કર્યાે છે.

જોડિયા તાલુકાના તારાણા ગામમાં ગઈ તા.૧ના દિને ચાર ખેડૂતો પર ખેતરમાં વીજ થાંભલો નાખવાના પ્રશ્ને એક ટોળાએ હુમલો કર્યાે હતો જેમાં તારાણાના પૂર્વ સરપંચ સાધાભાઈ, તેમના ભાઈ વાસુરભાઈ, હમીરભાઈ, અરજણભાઈને ઈજા થતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ટોળા સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઈજાગ્રસ્તો પૈકીના વાસુરભાઈને વધુ સારવારની જરૃરિયાત જણાતા રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં વાસુરભાઈનું સારવાર દરમ્યાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હત્યા પ્રયાસ, રાયોટીંગનો આ ગુન્હો હત્યામાં પરિણમ્યો છે. બનાવ પછી તારાણામાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જોડિયાના પીએસઆઈ ગોહિલે આ ગુન્હામાં હત્યાની કલમનો ઉમેરો કર્યાે છે.

Related posts

સરકારે પણ સ્વીકાર્યું એસ્સારના સહકારી મંડળીના પંપ ગેરકાયદે

Nawanagar Time

જામજોધપુરમાં જુગારનો ખોટો કેસ કરી પોલીસે લૂંટ કર્યાનો આરોપ

Nawanagar Time

અંતે જામનગરના ગામડાંઓમાં એસટી દોડવા લાગી

Nawanagar Time

Leave a Comment