Nawanagar Time
ગુજરાત જામનગર

કૃષ્ણનગરમાં દેશી બનાવટનો ટાઈમ બૉમ્બ મળ્યો

found-a-time-bound-bombshell-in-krishna-nagar

બરડાઈ બ્રાહ્મણની વાડી પાસે કચરામાં શંકાસ્પદ પૅકેટ મળતાં પોલીસ ક્ધટ્રોલને જાણ કરાઈ: લોકોમાં નાશભાગ મચી: શંકાસ્પદ બૉમ્બની જગ્યાએ સૂતળી બૉમ્બ નીકળતા હાશકારો

જામનગર:-જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં કચરાના ઢગલામાં દેશી બનાવટનો બૉમ્બ હોવાનો કૉલ પોલીસ ક્ધટ્રોલ રૂમને મળતાં જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, તપાસને અંતે આ બૉમ્બ નહીં પરંતુ સૂતળી બૉમ્બનું પૅકેટ અને ઘડિયાળ સહિતના સાધનો હોય, પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને આવું કૃત્ય કરનાર શખસને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત પોલીસે બૉમ્બ અંગેની માહિતી આપનાર સહિત બે વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી બરડાઈ બ્રાહ્મણની વાડી પાસે કચરામાં બોમ્બ હોવાની માહિતી એક સ્થાનિક નાગરીક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવતા તાત્કાલિક ડોગ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પર તપાસ કરવામાં આવતા મળી આવેલો બોમ્બ જે ટાઈમ બોમ્બ હોય છે તે પ્રકારનો ન હોવાનું જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે સ્પષ્ટ કર્યું હતું અને ઉમેર્યું હતું કે, આ શંકાસ્પદ પૅકેટમાં મળી આવેલી ચીજ-વસ્તુઓ માત્ર સૂતળી બૉમ્બ જ હતાં અને સાથે ઘડિયાળ જેવું સાધન પણ મળી આવ્યું હતું. બીજી તરફ કૃષ્ણનગરમાં બૉમ્બ મળ્યાંની અફવા ફેલાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયાં હતાં અને મીડિયા કર્મીઓનો જમાવડો પણ જામ્યો હતો. જો કે, શંકાસ્પદ હાલતમાં મળી આવેલું આ બોકસ બૉમ્બ નહીં હોવાનું પોલીસે સ્પષ્ટ કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

found-a-time-bound-bombshell-in-krishna-nagar
found-a-time-bound-bombshell-in-krishna-nagar

 

found-a-time-bound-bombshell-in-krishna-nagar
found-a-time-bound-bombshell-in-krishna-nagar

 

found-a-time-bound-bombshell-in-krishna-nagar
found-a-time-bound-bombshell-in-krishna-nagar

Related posts

દેવભૂમિ જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની શરૂઆત કરાવતા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના

Nawanagar Time

કરો લ્યો વીજ બચત! ઉજાલાની હવે જાજી ગેરંટી નહીં !

Nawanagar Time

જોડિયામાં ઈમામના પડમાં અને મંદિરમાં પાણી ભરાયા

Nawanagar Time

Leave a Comment