Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વાઇન ફલૂથી 72 કલાકમાં ચારના મોત

four-deaths-of-swine-flu-in-72-hours

જામનગર:-હાલારમાં સ્વાઇન ફલૂનો દિવસેને દિવસે કહેર વધી રહ્યો છે. તેવામાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં 72 કલાકમાં સ્વાઇન ફલૂથી ચાર દર્દીઓનો મોત નિપજયા છે રવિવારે સવારે દ્વારકાના 50 વર્ષિય મહિલા જયારે આજે સવારે ભાડથરના 40 વર્ષિય મહિલાને સ્વાઇન ફલૂના રોગથી  તોડયો છે. હાલ 13 પોઝિટીવ દર્દીઓ સ્વાઇન ફલૂના અલાયદા વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. તો જામનગરમાં સ્વાઇન ફલૂથી કુલ 17 દર્દીએ જીવ ગુમાવ્યો છે.  જામનગરની જી.જી.માં સ્વાઇન ફલૂથી વધુ બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઇકાલે એટલે કે રવિવારે દ્વારકાની 50 વર્ષિય મહિલાનું સ્વાઇન ફલૂની સારવાર દરમ્યાન મોત થયું  જયારે આજે સવારે દ્વારકા જિલ્લાના ભાડથર ગામની 40 વર્ષિય મહિલા દર્દીએ સારવાર દરમ્યાન દમ તોડયો છે છેલ્લા 72 કલાકમાં જી. જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી કુલ ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

જામનગરમાં શુક્રવાર અને શનિવારે પણ જામનગર અને કલ્યાણપુરના બે પુરૂષ દર્દીના મોત થયા હતાં, તો બીજી બાજુ વધુ બે  સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાની એક 24 વર્ષિય યુવતી અને 40 વર્ષિય આઘેડ મહિલાને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતા તબીબો દ્વારા બન્ને દર્દીના લોહીના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવાયા હતાં જેમાં બન્ને દર્દીઓને સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તાત્કાલીક સ્વાઇન ફલૂના અલાયદા વોર્ડમાં ખસેડવામાં  હતાં. હાલ જી.જી.હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના આઇશોલેશન વોર્ડમાં 13 પોઝિટીવ દર્દીઓને તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.

Related posts

ફાયર સેફ્ટિના મુદ્દે શહેરનું આ ટ્યુશન ક્લાસ ફેઈલ, બેદરકારી છતી થઈ ગઈ

Nawanagar Time

શહેરી ગરીબોને માત્ર રૂા.100માં વીજમીટર આપતી જામ્યુકોની સ્લમ શાખા

Nawanagar Time

બાળકોની શારીરિક ક્ષમતા કેળવવા જુનિયર કમાન્ડો કેમ્પ

Nawanagar Time

Leave a Comment