Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

સરકાર નું નવું કારસ્તાન, ખાનગી કંપનીને ખટાવવા ગુજરાત સરકાર હસ્તકના ચાર પાવર પ્લાન્ટ બંધ કરી દેવાયા

four-government-owned-four-power-plants-have-been-closed-to-clear-private-companies

કચ્છમાં 150 મે.વો.ના પાવર પ્લાન્ટનું શટડાઉન

ગાંધીનગર:-ખાનગી કંપનીને ખટાવવા માટે ગુજરાત સરકારે કચછનું લિગ્નાઈટ થયેલ પાવર સ્ટેશન સહિત રાજયના ચાર પાવર પ્લાન્ટનો બંધ કરી દીધા છે. ઉનાળના પ્રારંભે જ ચાર પ્લાન્ટ બંધ કરાતા વીજ  સર્જાવાના એંધાણ મળી રહ્યા છે. જોકે આ સાથે 500 મેગા વોટ વીજળી માટે નવા ટેન્ડર પણ જારી કરાયા છે.

ગુજરાત સરકારની કંપની જીસેક હેઠળના કુલ 565 મેગાવોટની ક્ષમતાવાળા ચાર વીજ મથકો શનિવારે બંધ કરવામાં આવ્યા છે. બોઈલ ટયૂબ લિકેજ, હિટ એક્સ્ચેન્જ લિકેજ તથા ઊંચા પડતર ખર્ચના નામે બંધ કરાયેલા  સરકારી એકમો વાસ્તવમાં ખાનગી વીજળી વધુ ખરીદી એમાંથી મલાઈ ખાવામાં બંધ કરાઈ રહ્યાં છે. આ અગાઉ 2260 મેગાવોટની ક્ષમતાના 13 સરકારી એકમો બંધ થયેલા છે.

ગાંધીનગર એકમ સવારે 11:30 વાગે, વણાકબોરી એકમ બપોરે 3 વાગે તેમજ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશનના યુનિટ-1 અને 3 અનુક્રમે અઢી અમને સાડા ત્રણ  શટડાઉન કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારની જીસેક કંપની કુલ 6000 મેગાવોટની ઉત્પાદન ક્ષમતાવાળા વીજ એકમો ધરાવે છે, જે પૈકી અત્યારે 2090 મેગાવોટની ક્ષમતાવાળા માત્ર 10 એકમો જ ચાલુ હાલતમાં છે. આમાં વણાકબોરી થર્મલના 630 મેગાવોટના 3 એકમો, ગાંધીનગર થર્મલનું 210 મેગાવોટનું યુનિટ-5, સિક્કાનું 250 મેગાવોટનું 3 નંબરનું યુનિટ, ઊકાઈ  3થી 5 નંબરના 850 મેગાવોટના યુનિટ તથા કચ્છ લિગ્નાઈટના 150 મેગાવોટના યુનિટ-2 અને 4 સામેલ છે. વધુ 500 મે.વો. ખરીદવા નવા ટેન્ડર ગુજરાત સરકાર એક તરફ તેની માલિકીના વીજ એકમો ટપોટપ બંધ કરી રહી છે, તો બીજી તરફ વધુ 500 મેગાવોટ વીજળી ટૂંકાગાળા માટે એપ્રિલ અને મે દરમિયાન ખરીદવા  તરફથી ટેન્ડર બહાર પડયા છે. આમાં વીજળી સપ્લાય પહેલી એપ્રિલથી માગવામાં આવ્યો છે, એમ વીજનિષ્ણાત કે.કે.બજાજે જણાવ્યું છે. ભારતીય એનર્જી એક્સ્ચેન્જમાંથી સવાર અને સાંજના પીકઅવર દરમિયાન યુનિટદીઠ રૂ.8થી રૂ.9.50ના ભાવે ખરીદાઈ છે.

Related posts

ગુજરાતમાં દેણાંનો વિકાસ: જાહેર દેવું અઢી લાખ કરોડ

Nawanagar Time

કચ્છમાંથી થતી દાણચોરીનો રેલો જામનગર સુધી, અફાટ સમુદ્ર રેઢોપટ

Nawanagar Time

ગુજરાત એસ.ટી.2249 જગ્યાઓ પર ડ્રાઈવરની ભરતી કરશે, લાયકાત માત્ર ધો.10 પાસ

Nawanagar Time

Leave a Comment