Nawanagar Time
ગુજરાત જામનગર

ધો.10 બાદ વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ડેમો ક્લાસ

free-demo-class-for-students-who-want-to-go-to-science-stream-after-standard-10

જામનગર:-જામનગરના લીમડાલેન વિસ્તારમાં આવેલ બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કુલ્સ દ્વારા ધો. 10ના અભ્યાસ કરતા ગુજરાતી, અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓ માટે સતત ચોથા  ધો. 10ની પરીક્ષા બાદ વિજ્ઞાનપ્રવાહમાં ઇચ્છુક છાત્રો માટે ફ્રી ડેમો ક્લાસનું આયેાજન તા. 25થી રોજ સાંજે 4 થી 6 દરમિયાન બ્રિલિયન્ટ સ્કુલ ઓફ સાયન્સમાં કરાયું છે.

ડેમો કલાસનો મુળ હેતુ વિદ્યાર્થી તથા વાલીની પ્રવાહ પસંદગી માટેની મુંઝવણ દુર કરવાનો છે, વિદ્યાર્થી ડેમો કલાસથી દરેક પ્રકારની શંકા દુર કરી વિજ્ઞાન  માટે પસંદગીની શાળાની પસંદગી કરી શકે, વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી ઘડી શકે તેવો હેતુ છે.

સ્કૂલના ચેરમેન અશોકભાઇ ભટ્ટ, મેનેજીંગ ડાયરેક્ટર ઉષ્મિતાબેન ભટ્ટ વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે, આવા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સાથે બોર્ડમાં 90 ટકા મેળવનાર સ્કુલના વિદ્યાર્થીને સાયન્સમાં 100 ટકા સ્કોલરશીપ સાથે વિજ્ઞાન વિષયોથી લોડેડ ટેબ્લેટ ફીમાં  સ્કોરલશીપની જાહેરાત કરી છે, ધો. 10ના બોર્ડના પરીણામના આધારે આપવામાં આવશે તેમ જણાવ્યું છે, વાલીઓને અનુરોધ કરાયો છે કે, ધો. 10ની પરીક્ષા આપી હોય તે બાળકો ફી ડેમો કલાસનો લાભ લે, શહેરીજનોએ ધો. 10ના ગુજરાતી, અંગ્રેજી માધ્યમના છાત્રોને માહિતગાર કરી ક્લાસનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Related posts

પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાતા દરેડમાં કિલ્લેબંધી

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ: ટોટલ 116

Nawanagar Time

દારૂના રીઢા ગુનેગારને જામીન મુકત કરતી સેશન્સ અદાલત

Nawanagar Time

Leave a Comment