Nawanagar Time
ગુજરાત જામનગર

કોર્પોરેશનના સિવિલ વર્કના મટિરિયલ્સમાં રોયલ્ટી ચોરીની દહેશત

frightening-of-royalty-stolen-in-corporations-civil-work-material

પાર્ટીઓની એડવાન્સ ડિપોઝીટ, ખરાઇ કર્યા વગર છૂટા કરી દેવાય છે : ખનીજ કર ભર્યાની પહોંચ મંગાતી નથી

જામનગર:-કોર્પોરેશનના સિવીલ વર્કમાં વપરાતા ખનીજ મટીરીયલમાંથી ઘણા ખરા જથ્થામાં રોયલ્ટીની જંગી ચોરી થતી હોવાની દહેશત ઉભી થઇ છે  આડકતરૂ સમર્થન ઓડીટમાંથી મળે છે. કેમ કે રોયલ્ટીની પહોંચ ફાઇલમાં રાખી-ચકાસી બાદમાં પાર્ટીઓના એડવાન્સ કે ડીપોઝીટની રકમ છૂટી કરવાની બેદરકારી સીવીલ વિભાગ કરે છે તે રેકર્ડ ઉપર આવ્યું છે.

દેખીતુ છે કે રોડ અને બાંધકામના કામમાં પથ્થર, રેતી, કપચી, માટી વગેરે ગૌણ ખનીજ કે મુખ્ય ખનીજ ઉપયોગમાં લેવાતુ જ  ત્યારે દરેક મટીરીયલ એટલે કે દરેક ખનીજ જે એજન્સી ઉપયોગમાં લે તેમાંથી અમુક ખનીજ ખાસ કરીને રેતી-માટી કપચીઓ બેરોકટોક ખાસ ઓશ હેઠળ આવતું હોય, ઉપયોગમાં લેવાતું હોય અને તેનો કોઇ આધાર રજૂ થતો ન હોઇ તેવી પ્રબળ આશંકાઓ અમુક ખાનગી પુરાવાઓ હોઇ જાણકારો સેવી રહ્યાં છે. આ અંગે એક  જંગી રોયલ્ટી ચોરી થતી હોય તે માટે કોર્પોરેશન જવાબદાર છે. બીજુ ખનીજની ગુણવતા અંગે કોઇ ખરાઇ દર વખતે થતી ન હોઇ જે સીવીલ વર્ક થતું હોય તેની ગુણવતા અંગે પણ સવાલ તો ઉભો થાય જ ને?

Related posts

નૂરી ચોકડી પાસે બેઠો પુલ તૂટવાની અણી પર…!

Nawanagar Time

કલ્યાણેશ્ર્વર મહાદેવ મંદિરે 1100 દીવાની મહાઆરતી

Nawanagar Time

ખંભાળિયા નગરપાલિકામાં ‘ભાજપ રાજ’માં અઢી વર્ષમાં જ કામ થયા!

Nawanagar Time

Leave a Comment