Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

2019-20 ના નવા શૈક્ષણિક વર્ષથી મોટાપ્રમાણમાં પુસ્તકોમાં ફેરફાર થશે, શુ છે બદલાવ જાણો વધું…

from-the-new-academic-year-of-2019-20

ધો.10માં હિન્દી, ધો.12માં અંગ્રેજી, હિન્દીના પુસ્તકો લાગુ થશે

ગાંધીનગર:- પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી ના સર્જાય તેના માટે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં એનસીઇઆરટીના પાઠયપુસ્તકો ભણાવવાનો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આગામી 2019-20ના નવા શૈક્ષણિક વર્ષથી મોટાપ્રમાણમાં પુસ્તકોમાં ફેરફાર થશે.

જોકે શિક્ષણ બોર્ડ દ્વારા જે-તે સમયે કરેલી જાહેરાત બાદ ફરી નવા 4થી 5 પુસ્તકો એનસીઇઆરટીના ભણાવવાની જાહેરાત  છે. જેમાં ધોરણ.10 હિન્દી માધ્યમ અને ઉર્દૂ માધ્યમ તેમજ ધોરણ.12 અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની જે-તે માધ્યમના વિષયની પ્રથમભાષાનું પાઠયપુસ્તક

એનસીઇઆરટીનું ભણાવવા અંગેનો શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

બોર્ડે કરેલા પરિપત્ર પ્રમાણે, ધોરણ.10 ઉર્દૂ માધ્યમમાં ઉર્દુ પ્રથમ ભાષા, હિન્દી માધ્યમમાં હિન્દી પ્રથમ ભાષા તથા ધોરણ.12 અંગ્રેજી  સામાન્ય પ્રવાહની સ્કૂલોમાં અંગ્રેજી પ્રથમ ભાષા, હિન્દી માધ્યમની તમામ પ્રવાહની સ્કૂલોમાં હિન્દી પ્રથમ ભાષામાં એનસીઇઆરટીનું પાઠયપુસ્તક લાગુ થશે.

આ સિવાય આગામી વર્ષ-2019ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ.1થી 12ના તમામ માધ્યમોમાં 229 જેટલી ચોપડીઓ બદલાશે તેવી વિગતો થોડા સમય પહેલા સામે આવી હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ.9થી 12 અને ધોરણ.2, 4,  6ના મળીને કુલ 37 પુસ્તકો બદલાશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ.1થી 12ના 54 જેટલા પાઠયપુસ્તકો નવા લાગુ કરાશે.

Related posts

કોંગ્રેસની બાકી બેઠકની બીજી યાદી ર8 માર્ચ સુધીમાં જાહેર થશે

Nawanagar Time

લાખાબાવળ મુકામે વિશાળ પરશુરામધામનું નિર્માણ થશે

Nawanagar Time

બેડીમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન

Nawanagar Time

Leave a Comment