Nawanagar Time
સ્વાદ પકવાન

ફ્રાય કર્યા વગર બનાવો આ ટેસ્ટથી ભરેલી કચોરી…

frying-fries-are-filled-with-this-test

સામગ્રી

  • 1/3 ચમચી – કાળામરી
  • 1/3 ચમચી – મીઠું
  • 1 કપ – સોજી
  • 2 કપ – પાણી

સ્ટફિંગ માટે

  • 100 ગ્રામ – લીલા વટાણા
  • 7-8 કળી – લસણ
  • 1 ટૂકડો – આદુ
  • 2 નંગ – લીલા મરચા
  • 1 ચમચી – તેલ
  • 1/3 ચમચી – જીરૂ
  • 1 ચપટી – હીંગ
  • 1 નંગ – ઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 ચમચી – લાલ મરચું
  • 1/2 ચમચી – ગરમ મસાલો
  • 1 ચમચી – કોથમીર
  • 2 કપ – પાણી
  • જરૂરિયાત મુજબ – મીઠું

વઘાર માટે

  • 1 ચમચી – તેલ
  • 2 નંગ – સૂકા લાલ મરચા
  • 2 ચમચી – છીણેલું નારિયેળ

બનાવવાની રીત

સૌ પ્રથમ કઢાઇમાં 2 કપ પાણી ઉમેરીને ધીમી આંચ પર ગરમ કરો. તેમા કાળામરી, મીઠું ઉમેરી લો. જો પાણીમાં ઉકળો આવે તરત તેમા સોજી ઉમેરી લો અને તેને ચઢવા દો. તેને ચઢવામાં ત્રણ મિનિટ લાગશે. સોજીના મિશ્રણને એક થાળીમાં ઉમેરીને ઠંડુ કરવા રાખો. હવે સ્ટફિંગ માટે એક મિક્ષરમાં વટાણા, આદુ, લસણ અને લીલા મરચા ઉમેરની પીસી દો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ, હીંગ ઉમેરો. તે તતડે એટલે તેમા ડુંગળી ઉમેરીને સાંતળી લો. હવે તેમા વટાણાની પેસ્ટ ઉમેરી લો. ત્યાર પછી તેમા મીઠું, મરચું, ગરમ મસાલો, ઉમેરીને 4-5 મિનિટ માટે ધીમી આંચ પર ચઢવા દો. તેમા કોથમીર ઉમેરી લો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને એક વાસણમાં નીકાળી લો. હવે સોજીના મિશ્રણને લોટની જેમ બરાબર ગુંદી લો હથેળી પર ચિપકે નહી એટલે થોડૂંક તેલ લગાવી લો. હવે સોજીનું મિશ્રણ લઇને તેમા તૈયાર વટાણાનું મિશ્રણ ભરો. તેને ચારેય બાજુથી બંધ કરી લો. હવે તેને હાથથી ચપટું કરી લો,. આ રીતે અન્ય કચોરી બનાવી લો, હવે તેને ઇડલી વાળા સ્ટીમરમાં રાખી ચઢવી લો. 5-7 મિમિટમા તેને સ્ટીમરમાંથી નીકાળી લો. હવે એક પેન લો તેમા તેલ, રાઇ, નારિયેળ, સૂકા લાલ મરચા ઉમેરીને વઘાર કરી લો. તેમા તૈયાર સોજીની કચોરી ઉમેરીને બરાબર મિક્સ કરો. ઉપરથી કોથમીર ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે સોજી વટાણાની કચોરી. જેને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

Related posts

સવારે હેલ્ધી નાસ્તા માટે બનાવો રાગીમાંથી બનતી ટેસ્ટી મિનિ નાગલી પેનકેક

Nawanagar Time

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં માણો કાચાં કેળાંની ટિક્કીની મજા

Nawanagar Time

ગરમીમાં ઘરે જ બનાવો ટેસ્ટી સ્ટ્રોબેરી લસ્સી

Nawanagar Time

Leave a Comment