Nawanagar Time
અજબ-ગજબ

દારૂના બેરલમાં ફુલ્લી એર-કન્ડિશન્ડ નાની હોટલ બનાવાઈ, એકસાથે ત્રણ લોકો રહી શકે

fully-air-conditioned-small-hotels-built-in-barrels-three-people-can-live-together

પોર્ટો:-પોર્ટુગલમાં પોર્ટો શહેરના વાઇન ટાઉનમાં શરાબના શોખીનો માટે દારૂના બેરલમાં હોટલો બનાવાઇ છે. આ હોટલો માત્ર 270 સ્ક્વેર ફૂટ જગ્યામાં બની છે. તેમની લંબાઇ 25 ફૂટ અને પહોળાઇ 10 ફૂટ છે. લોકો આસપાસનો નજારો જોઇ શકે અને ફરી શકે તે માટે હોટલની બહાર લીલું ઘાસ પણ ઉગાડવામાં આવ્યું છે. આ હોટલો ખાસ તો વાઇન ટાઉન ખાતે ફરવા આવતા સહેલાણીઓ માટે બનાવાઇ છે. દરેક હોટલમાં 3 લોકોને રહેવાની વ્યવસ્થા છે. હોટલનું 24 કલાકનું ભાડું 200 યુરો (અંદાજે 16 હજાર રૂ.) છે. હોટલોમાં કિચન, બેડરૂમ, બાથરૂમ, હોલ પરંપરાગત વાસ્તુકલા પ્રમાણે ડિઝાઇન કરાયા છે. હોટલો સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે. હોટલો પર્યટકોને આકર્ષિત કરી રહી છે અને તેનાથી પર્યટનને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ વાઈન બેરલ હોટેલ વાઈન યાર્ડની વચ્ચે આવેલી છે.

  • 24 કલાકનું હોટેલનું 16 હજાર રૂપિયા ભાડું છે
  • આ હોટેલ 25 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી છે

 

Related posts

આરંભડામાં દારૂ પી દંગલ ફેલાવતી મહિલાઓ સામે રોષ

Nawanagar Time

આ ખોપરીથી બનેલી દીવાલો એ દુનિયાની આ સૌથી ડરામણી ગુફામાં આવેલી છે.

Nawanagar Time

પાંચ સદી પુરાણા મમીના કારનામા લોકોને ડરાવી રહ્યાં છે

Nawanagar Time

Leave a Comment