Nawanagar Time
ગુજરાત જામનગર

કલેકટર કચેરી સામે બાઇક ચાલકે બાળકીને ફંગોળી

fungola-to-the-child-riding-a-bike-against-the-collectors-office

જામનગરમાં મહિલાની કારને બોલેરોએ ઠોકર મારી નુકશાન

જામનગર:-જામનગરમાં શરુ સેક્શન રોડ પર આવેલ કલેકટર કચેરી સામે ગઈ કાલે એક બાળકીને હડફેટે ચડાવી મોટર સાયકલ ચાલક નાશી ગયો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જયારે સમર્પણ સર્કલ પાસે એક કાર ચાલકે મહિલાને કારને ઠોકર મારી કારને નુકસાની પહોચાડી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ દફતરમાં નોંધાઈ છે. જેને  પોલીસે આરોપી બોલેરો ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરમાં શરુ સેક્સન રોડ પર આવેલ સેવાસદનની સામે ગઈ કાલે હિરો હોન્ડા સીડી ડીલ્ક્ષ જીજે.04.એ. એન. 1850ના ચાલકે ગોપાલભાઈ કરશનભાઈ ચાડમીયા વાળાની છ વર્ષીય પુત્રી ઉસ્મીતાને અડફેટે લઇ પછાડી દઈ કપાળમા ઈજા પહોચાડી તથા ડાબા પગમા સાથળના ભાગે ફેક્ચર  ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે નાશી ગયેલા બાઈક ચાલક સામે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા સીટી ડી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે એરફોર્સ-1 એસ. એમ. કયુ કોલોની 72/4 માં રહેતા  મુળ બાબુપુરવા કીડવાયનગર કાનપુર જી.કાનપુર રાજય ઉતરપ્રદેશ વાળી સ્મીતાબેન અભિષેક ગુપ્તા નામની મહિલા ગઈ કાલે પોણા અગ્યારેક  પોતાની પોતાની સ્વીફટ વી.એકસ.આઇ ફોરવીલ ગાડી .નં.જીજે-10-સીજી-0809 વાળી લઇને સમર્પણ સર્કલ થઇને જતા હતા ત્યારે બોલેરો ગાડી નં.જીજે-10-ડબલ્યુ-4417ના ચાલક દીનેશભાઇ વિરાભાઇ નંદાણીયા રહે. મહાદેવીયા ખંભાળીયા વાળાએ પોતાની ગાડી પુરઝડપે બેદરકારી રીતે ચલાવી તેણીની ગાડીની સાઇડ કાપવા જતા કારને પાછળથી ઠોકર મારી બમ્પર તોડી નાખી અંદાજે કી.રુ. 5000 નુકશાન પહોચાડ્યું  જેને લઈને મહિલાએ આરોપી ચાલક સામે સીટી સી ડીવીજન પોલીસમાં આપીસી કલમ 279, એમ.વી.એકટ કલમ 177,184 મુંજબ ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હતી.

Related posts

જામનગર જિલ્લાની તમામ અદાલતમાં 14 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન

Nawanagar Time

જૂની શાકમાર્કેટ ખોલવા તંત્રની ઢીલ સામે વેપારીઓના ધરણાં

Nawanagar Time

જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવા કોંગ્રેસ સમક્ષ માંગ

Nawanagar Time

Leave a Comment