Nawanagar Time
ગુજરાત જામનગર

જી. જી. હોસ્પિટલમાં પેધી ગયેલાઓની જમાવટ: ડીન મજબૂર

g-g-hospital-deployment-of-the-hospitalization-dean

વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓ ફરજ પર હાજર ન હોવા છતાં હાજરી પુરાઈ જતી હોવાની ચર્ચા

જામનગર:-સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી જી. જી. હોસ્પિટલ અને સંલગ્ન મેડીકલ કોલેજમાં પેધી ગયેલાઓની જમાવટ છે તેની સામે ડીન મજબૂર  ચિત્ર ઉપસ્યુ છે કેમ કે ડીન પોતાની ખુરશી બચાવવા માટે સાક્ષી ભાવે બધુ જ જોયા કરે છે, જાણે છે બધુ જ પરંતુ પગલા લેવા સક્ષમ નથી અને તેમજ હિંમત પણ નથી.

જી. જી. હોસ્પિટલમાં અનેક ઓપરેશન વખતે દર્દીઓના ખર્ચે નાસ્તા-ઠંડાપીણાની જયાફતો ઉડે છે તેવી અનેક ફરિયાદો બિચારા દર્દીઓ અને  સગાઓ પાસેથી વાંરવાર સાંભળવા મળે છે. મેડીકલ કોલેજમાં અમુક વિદ્યાર્થીઓ અને અમુક સ્ટાફના શોષણ થતાં હોવાની ચોમેર ચર્ચા છે. પરંતુ તે અંગે કોઇ જ પગલા લેવાતા નથી અનેક વર્ગ-1 અને વર્ગ-2ના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ નિયમીત ફરજ ઉપર આવતાં નથી તેમ છતાં હાજરીઓ પુરાઇ જાય છે. જે અંગે  કોઇ જાણે જ છે તે ઉપરાંત જે ઓપીડીના સમય હોય છે. ત્યારે દર્દીઓ ટળવળતા હોય છે પરંતુ અમુક નામ કાઢી ગયેલા તબીબો અને પેરા મેડીકલ સ્ટાફ તો તેના સમયે જ પ્રગટ થાય છે વહીવટી પારદર્શિતા ન હોવાની, બજેટમાં દર્શાવ્યા મુજબ સંપૂર્ણ પણે પાવન થતાં ન હોવાની, એજન્સીઓના ચૂકવણામાં રીપેરીંગ  અને આકસ્મીક ખર્ચના દરેક વખતે જસ્ટીફીકેશન પણ ન થતાં હોવાની બાબત જાણકારોમાં ચર્ચાય છે. વળી હોસ્પિટલ અને કોલેજમાં સિવીલ વર્ક, ઇલકેટ્રીક વર્ક, મીકેનીકલ વર્કના પ્રમાણપત્રો આપવામાં પણ ગોઠવણો મોટા પાયે હોવાની ચર્ચા છે. એટલુ જ નહીં અમુક કિસ્સાઓમાં આલ્કોહોલની પરમીટ માટેના પ્રમાણપત્ર આપવાનું નક્કી કેમ્પસ બહાર થાય છે.

ખાનગી પ્રેક્ટિસના પત્રક નીલ મોકલાય છે

હોસ્પિટલના બન્ને કોલેજના  જેઓ એનપીએ (નોન પે્રકટીસીંગ એલાઉન્સ) મેળવે છે. તેમાંથી પણ અમુકની પોતાની સરસ, સુવિધા સભર ખાનગી હોસ્પિટલો, કલીનીકો ધમ ધમે છે તેની જાણકારી અનેક લોકો પાસે છે માટે ડીન અજાણ હોય તેવુ તો બને નહીં તેમ છતાં ખાનગી પ્રેકટીસ અંગેના પત્રક તેઓ નીલ મોકલે છે. કેમ કે ડીન મજબૂર છે.  વખત એજન્સીઓના જંગી કોન્ટ્રાકટ અને અમુક પેધી ગયેલાઓના ખાનગી રિપોર્ટ કરવાની હિંમત તેમણે કરી ત્યાં તો અહીંથી ઉપર લીંક જોડાઇ ગઇ અને પદની સલામતીની દુહાઇ અપાઇ જતાં હવે તેઓ મૌન રહે છે.

Related posts

ચેતજો, હમણા હાડકાં ભાંગતા નહીં !

Nawanagar Time

છ માસથી કાર્યક્રમો બંધ: આર્થિક કટોકટી ભોગવતા કલાકારો

Nawanagar Time

ખંભાળિયામાં જુગાર રમતા યુવા ભાજપ કાર્યકર સહિત ચાર ઝડપાયા

Nawanagar Time

Leave a Comment