Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા: એક ફરાર

gambling-gambling-played-four-one-fugitive

ખંભાળિયા:-ખંભાળિયાના નગરગેઇટ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી અહિંના પોલીસ સ્ટાફના રાજેન્દ્રસિંહ જાડેજા તથા હોમદેવસિંહ જાડેજાને મળતા અહિંના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. અરવિંદસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા જેન્તી વાલાભાઇ ડોરૂ, લખન ઉર્ફે ભુરો દેસરભાઇ ડોરૂ, અશ્ર્વિન વાલજીભાઇ ડોરૂ અને ગીરધર સોમાભાઇ ડોરૂ નામના ચાર શખ્સોને રૂા.10,440ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ દરોડા દરમિયાન કરશન ભોજાભાઇ રોશિયા નામનો શખ્સ ફરાર થઇ જતાં પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

જૂના રેલવે સ્ટેશન રોડની બન્ને સાઇડમાં ડિમોલેશન કરાશે તો થશે ઉગ્ર આંદોલન

Nawanagar Time

જીએસટી ઘટ્યો છતાં મકાનોની કિંમતમાં વધારો થવાની દહેશત

Nawanagar Time

ગુજરાતના ખેડૂતોનું અનોખું આંદોલન: ડિજિટલ આંદોલનમાં 6 લાખ મિસ્ડ કોલ

Nawanagar Time

Leave a Comment