જામનગર: જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ત્રણ શખસોને પકડી પાડયા છે. ઉપરાંત ચેલા ગામમાંથી પણ ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખસો પોલીસના હાથે ઝડપાયા છે.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જાસોલિયા સોસાયટીમાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ઈમરાન ઉર્ફે બાપુ કાસમભાઈ પઠાણ, યાકૂબ ઉર્ફે કઢૂડો રસીદખાન પઠાણ અને હેમતસિંહ ઉર્ફે લાલો ખેંગારજી પઢીયાર નામના ત્રણ શખસોને જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમવા અંગે પોલીસે પકડી પાડયા છે અને તેઓ પાસેથી રૂપિયા 6,210ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગર તાલુકાના ચેલા ગામમાં પાડવામાં આવ્યો હતો જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા પ્રવિણસિંહ મનુભા જાડેજા, ભરતસિંહ નવલસિંહ રાઠોડ અને વસરામ ઉર્ફે બિંદીયો ખેરાજભાઈ પારધી વગેરે ત્રણ શખસોને પોલીસે પકડી પાડયા છે અને તેઓ પાસેથી રૂપિયા 4,870ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.