Nawanagar Time
ગાંધીનગર ગુજરાત જામનગર

જામજોધપુર પંથકની શિક્ષિકા સાથે ગાંધીનગરમાં દુષ્કર્મ

gandhinagar-rape-with-jam-diocese-teacher

સગા-વ્હાલાઓની ભૂંડી ભૂમિકાવાળા ચકચારી દુષ્કર્મ કેસમાં બે પૂર્વે પોલીસમાં થયેલી અરજીને પગલે ધરપકડનો દૌર ટૂંક સમયમાં : ગર્ભપાત કરનાર તબિબ વિરોધ પણ ફરિયાદ

જામનગર:-જામનગર જીલ્લાના જામજોશ્પુર પંથકની ખાનગી શાળાની શિક્ષિકા સાથે સંબંધ કેળવી ગાંધીનગરના એક શિક્ષકે બળાત્કાર ગુજારી તેણીને જાતિ અપમાનિત કરી હોવાની અને તબીબ સહિતના શખ્સોએ મદદગારી આચરી હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ

જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં રહેતી અને ભાણવડ પાસે ખાનગી શાળામા શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતિ લગભગ એકાદ વર્ષ પુર્વે ઉપલેટા સ્થિત સંબંધીઓના માધ્યમથી વસંત ઠાકોર (રે.ગાંધીનગર)નામના શખ્સના સંપર્કમાં આવી હતી. જે બાદ સોશ્યલ મિડીયાના માધ્યમથી વસંતે આ યુવતિ સાથે સંબંધ કેળવ્યા બાદ તેણીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને  સાક્ષીમાં રાખીને મૈત્રીકરાર કર્યા હતા. ત્યારબાદ આ વસંત ઠાકોરે અવાર નવાર શરીર સંબંધ બાંધી પરાણે શારીરિક શોષણ પણ કર્યું હતું. જેથી તેણીને દોઢ માસનો ર્ગભ રહયો હતો. બદકૃત્યને લઈને તેણીને રહી ગયેલ ગર્ભ તબીબી ક્રિયા કરી પડાવી નાખવા આયોજન ઘડી કાઢી તેણીની મરજી વિરધ્ધ તબીબ પાસે એબોર્સન કરાવી ગર્ભ  નાખ્યો હતો. આ બાબતનો તેણીએ વિરોધ કરતા આરોપીએ મારકુટ પણ કરી હતી. ત્યારબાદ પરીજનો સહીતનાની મદદથી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તેણીના ઘરે મુકી જઇને મૈત્રી કરાર રદની સહી પણ કરાવી લીધી હતી. તમામ પરિબળો વિરોધમાં જતા તેણીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ બનાવ અંગે યુવતીએ આરોપી સામે આઈપીસી  કલમ  અને આરોપી તથા તેની સાથેના સખ્સો સામે313,504,323,114 તથા એકટ્રોસીટી એકટ કલમ-3-1-આર.એસ.,3(2)(5) મુજબફરિયાદ નોંધી હતી. જેમાં વસંત ઠાકોર ઉપરાંત વિજય બગડા, હસમુખ ઉર્ફે ડાયા નાથાભાઇ ,જોસનાબેન હસમુખભાઇ, પ્રકાશ પ્રજાપતિ, ઘનશ્યામ પ્રજાપતિ, દિપુ,દિલીપસીંહ ચાવડા અને તેના પત્ની,વિષ્ણુભાઇ જોઇતારામ, ડો.વિરલ,એ.બી.ઠાકોર, તેના પત્ની, લાલા ઠાકોર,વસંતના મોટાબાપુ,ભાવના ઠાકોર,ભમીમાં( વસંતના નાનીમા), અશોક ઠાકોર અને જશાભાઇ  સામે મદદગારીનો ગુનો નોંધી દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે એસસીએસટી સેલના ડીવાયએસપી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Related posts

ભગવાનભાઈ બારડ સામે થયેલી કાર્યવાહી મામલે જામનગર આહિર સમાજના ધરણાં

Nawanagar Time

બહુમાળી ઈમારતોના પાર્કિગમાં પાણી ભરાયા, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

Nawanagar Time

કોરોના વિસ્ફોટને પગલે હવાઈ ચોકમાં ચા-પાનના હાટડા સીલ

Nawanagar Time

Leave a Comment