Nawanagar Time
ગુજરાત જામનગર

ગુલાબનગર રેલવે ઓવર બ્રિજ પાસે કચરાના ઢગલાં : વેપારીઓ કાળઝાળ

garbage-dump-near-gulabnagar-railway-over-bridge-merchants-day-career

રોજેરોજ કચરાના ઢગલા સળગાવવાના કારણે મોટી જાનહાની થવાનો ભય: ગોમતીપુર વેપારી એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને લેખિત રજૂઆત : આંદોલનની ચિમકી

જામનગર:-જામનગરના ગુલાબનગર રેલ્વે ઓવર બ્રિજ નીચે નાખવામાં આવતા કચરાને સળગાવવાથી મોટી જાનહાનીનો ભય હોવાથી આ મુદે વેપારીઓ દ્વારા જામનગર મહાનગર પાલિકાને વારંવાર કરવામાં આવેલી રજૂઆતો છતાં હજુ સુધી યોગ્ય પગલા લેવાયા નથી. પરિણામે વેપારીઓનો રોષ ફાટી નિકળ્યો છે અને તાત્કાલીક અસરથી યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો ગાંધી ચીંઘ્યા  આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

મળતી વિગતો મુજબ સમસ્ત ગોમતીપુર વેપારી એસોસીએશન દ્વારા જામનગર મહાનગર પાલિકા કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં જામનગર મઘ્યે ગુલાબનગર રેલ્વે ઓવરબ્રિજ નીચે નંખાતો કચરો નાખી તે કચરાને સળગાવવામાં આવે છે ત્યાં હાલમાં ગંભીર ઘટના બનેલ જેમાં જેએમસી ફાયર શાખાનું વાહન પણ સળગી ગયેલ  કર્મચારી તથા સફાઇ કામદારનો માંડ બચાવ થયેલો હતો. ઉપરાંત આ વિસ્તારમાં ત્રણ ધાર્મિક સ્થળો આવેલા છે તથા ચારણ ગઢવી સમાજની બોર્ડીંગ હોસ્ટેલ વાડી આવેલી છે બાજુમાં જ ગેસના બાટલાનું ગોડાઉન આવેલું છે તથા અને ગેરેજો આવેલા છે જેમાં તુરંત જ અત્યંત જવલનશીલ સળગી ઉઠે તેવા આજુબાજુમાં હોવા છતાં અહીંયા  નાખી સળગાવવામાં આવે છે જે કયારેક ગંભીર અકસ્માત જાનહાની નુકશાન થવાનો ભય છે, ધાર્મિક સ્થળો હોવાના કારણે દર્શનાર્થીઓની મોટી ભીડ હોય છે હોસ્ટેલ અને વાડી હોવાના કારણે પ્રસંગો હોય છે બાજુમાં શો-રૂમો આવેલા છે માટે આ બાબતમાં તાત્કાલીક અસરથી યોગ્ય પગલા લેવા વિનંતી અન્યથા ગાંધી ચીંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન  ફરજ પડશે આ બાબતે અગાઉ રજૂઆત કરેલ ત્યારે આ સ્થળે કચરો નાખવાનું તથા સળગાવવાનું બંધ કરી દીધેલ હતું હાલ ફરી પાછુ કચરાનો પ્રોસેસીંગ ચાલુ હોય સુકા ભીના કચરાની પ્રોસેસ ચાલુ હોય આ કચરો ત્યાં નાખવામાં આવે તેવી રજૂઆત છે.

Related posts

વાતાવરણમાં પલટો: 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની વકી

Nawanagar Time

હાર્દિક પટેલ જામનગરમાં: કોર્ટ હાજરી પુરાવી ડેંગ્યુના દર્દીઓને મળ્યો

Nawanagar Time

જિલ્લામાં ઓણસાલ ખરીફ સિઝનમાં મગફળીનું ચિક્કાર વાવેતર

Nawanagar Time

Leave a Comment