Nawanagar Time
જામનગર ગ્રામ્ય

દરેડ પાસેના બાયોગેસ પ્લાન્ટમાં કચરામાંથી મળશે ગેસ-ખાતરઃ સ્થળ નિરીક્ષણ કરાયું

જામનગર મહાનગરપાલિકાના અધિકારી-પદાધિકારીઓ દ્વારા આજે મટીરિયલ્સ રીકવરી ફેસેલીટીઝ સેન્ટર સ્થળ તેમજ દરેડ જીઆઈડીસી પાસે જીએસપીસીના પમ્પ પાસેના બાયો ગેસ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી અને વિસ્તૃત જાણકારી મેળવી જરૃરી સૂચનો કર્યા હતાં.

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતી નદી પટ વિસ્તારની ખુલ્લી જગ્યામાં મટીરિયલ્સ રિકવરી ફેસેલીટીઝ સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે. જેમાં સૂકો કચરો એકત્ર કરવામાં આવશે. આ પછી કચરો વિણતા લોકો દ્વારા કચરો વર્ગિકૃત કરાશે અને ત્યાં જ જરૃરી વસ્તુનું વેંચાણ કરી આર્થિક ઉપાર્જન કરી શકશે. આ સ્થળે આગામી દિવસોમાં એક પ્લાન્ટ શરૃ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ સ્થળની મુલાકાતે આજે મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી, મ્યુનિ. કમિશનર આર.બી. બારડ સાથે અન્ય અધિકારીઓ એમ.ડી.  રાણા, હસમુખ, બેરા વગેરે પહોંચ્યા હતાં અને સ્થળની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

આ પછી અધિકારીઓ-પદાધિકારીઓની ટૂકડી દરેડ જીઆઈડીસી પાસે બાયોગેસ પ્લાન્ટ સ્થળની મુલાકાતે પહોંચી હતી. અહિં ભીનો કચરો વર્ગિકૃત કરવામાં આવશે. જેમાં કિચન વેસ્ટ, લગ્ન સરા સમયે એકત્ર થતો ખાદ્ય કચરો સેફ્ટી વેસ્ટ, ઢોર છાણ વગેરેનો સમાવેશ થાય છે.

આ કચરાને વર્ગિકૃત કરીને પ્લાન્ટમાં લઈ જવાશે અને તેને સ્ટોરેજ કર્યા પછી તેમાંથી ગેસ ઉત્પન્ન કરાશે અને ત્યારપછી વધતા કચરો ઓર્ગેનિક ખાતર તરીકે ઉત્પાદિત કરાશે, જો કે ગેસનું ઉત્પાદન થતા હજુ છ માસનો સમય લાગશે.

તેમની આ મુલાકાતમાં ભાજપના કોર્પોરેટરો ડીમ્પલબેન રાવલ, મેઘનાબેન હરિયા, બિનાબેન કોઠારી, જડીબેન સરવૈયા વગેરે પણ જોડાયા હતાં.

Related posts

જામજોધપુરમાં ચાર પશુ કતલખાને ધકેલાય તે પૂર્વે પોલીસે ઉગારી લીધા

Nawanagar Time

વિભાપર ગામના ખેડૂતની ચાર કરોડની કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો

Nawanagar Time

જામજોધપુરમાં ક્રિકેટના સટ્ટામાં ભીનું સંકેલાયું?

Nawanagar Time

Leave a Comment